Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંત રાજનીતિમાં પ્રવેશ કરે તેવી શક્યતા

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત શું હવે રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. તામિલનાડુમાં લોકોના વારંવાર આ સવાલ થતો રહે છે કે રજનીકાંત રાજકારણમાં આવી રહ્યા છે ? જો કે એ સવાલનો જવાબ હવે મળતો હોય એવો ઇશારો કરતા તેમણે કહ્યું છે કે, આ સિસ્ટમ સડી ગઇ છે અને તેમાં ફેરફાર માટે મોટા સુધારાની જરુર છે.રજનીકાંત વધુમાં કહ્યું છે કે, આપણી પાસે સ્ટાલિન, અંબુમણિ અને સીમન જેવા સારા નેતા છે. પરંતુ જ્યારે આખી સિસ્ટમ જ સડી ગઇ છે, ત્યારે આપણે શું કરીએ ? આ સિસ્ટમને બદલવાની જરુર છે અને એ ફેરફાર લોકોના વિચાર સાથે શરુ થવો જોઇએ, ત્યારે જ આપણો દેશ વિકસી શકે. ચાહકો જેને ભગવાનની જેમ પૂજે છે, એવા આ સુપરસ્ટારે કહ્યું હતું કે, મારા પોતાનો વ્યવસાય અને પોતાનું કામ છે. મારા ઉપર તમારી કેટલીક જવાબદારી છે અને તમારી પાસે તમારા પોતાના કામ છે. તમે તમારા કામ કરો, જ્યારે લડાઇ લડવાની હશે, ત્યારે ફરી મળીશું.
દરમ્યાન તામિલ રાજનીતિના સ્ટાર જયલલિતાનું નિધન અને ડીએમકેના સુપ્રિમો કરુણાનીધિના નબળા સ્વાસ્થ્ય બાદ હવે રજનીકાંતના ચાહકોને વિશ્વાસ છે કે આ રાજકિય અવકાશને તેઓ જ પ્રભાવી રીતે પૂરી શકે છે. આ ચર્ચા રાજનીતિમાં સામેલ થવા અંગે રજનીકાંતના હાલના નિવેદનોથી શરુ થઇ છે. જો કે અગાઉ પણ રજનીકાંતના રાજકારણ પ્રવેશ અંગે અટકળો થતી રહી છે. આ પહેલાં ૧૯૯૬માં પણ અટકળો ચાલતી હતી, ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે લોકો જયલલિતાની તરફેણમાં મતદાન ન કરે. રજનીકાંત એ વખતે કહ્યું હતું કે, જો એઆઇડીએમકે ફરીથી સત્તામાં આવશે, તો ભગવાન પણ તામિલનાડુને બચાવી શકશે નહીં.

Related posts

શાહરૂખ પ્રથમ વાર પોલીસ અધિકારીના રોલમાં દેખાશે

aapnugujarat

અમ્બેર હિયર્ડના ઇલોન મુસ્ક સાથે સંબંધો તુટ્યા

aapnugujarat

किसी थ्रिलर या सस्पेंस ड्रामा में काम करना चाहती हूं : नुशरत भरूचा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1