દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને પૂર્વ મંત્રી કપિલ મિશ્રાની વિરુદ્ધ બદનક્ષીનો કેસ નોંધાવ્યો છે. સત્યેન્દ્ર જૈને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કપિલ મિશ્રા અને બીજેપી-શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિરસાની સામે કેસ દાખલ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કપિલ મિશ્રાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી કે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મારી સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે કરોડ રૂપિયા આપ્યા હતા, કપિલ મિશ્રાએ સીએમને પૂછ્યું હતું કે આ રકમ સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને શું કામ આપી હતી. આ રકમનો સ્ત્રોત શું છે, અને રોકડમાં એટલી મોટી રકમ લેવાનો મકસદ શું છે.
૮મી મેના રોજ કપિલ મિશ્રાના આરોપોનો જવાબ આપતા સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે કપિલ મિશ્રાના આરોપ ખોટા છે અને તે સાબિત કરી શકે છે કે જે દિવસે કપિલ મિશ્રાએ સીએમને બે કરોડ રૂપિયા આપવાનો દાવો કર્યો છે તે દિવસે તે સીએમ આવાસ ઉપર હાજર ન હતા.સત્યેન્દ્ર જૈને તે દિવસે જ કહ્યું હતું કે કપિલ મિશ્રાએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. અને તે તેની સામે માનહાનિ (બદનક્ષી)નો કેસ નોધાવશે. આ પછી આજે શુક્રવાર (૧૯ મે)ના રોજ સત્યેન્દ્ર જૈને ખોટા આરોપ લગાવવા અને તેમની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે કપિલ મિશ્રાની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે જો કપિલ મિશ્રા પાસે પુરાવા છે તેઓએ રજૂ કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે સીએમ અરવિંદ કેજરીવાલ કામમાં લાપરવાહીનો આરોપ લગાવીને કપિલ મિશ્રાને મંત્રીપદેથી હટાવી ચૂકયા છે.
આગળની પોસ્ટ