પૂર્વ ટેલિકોમ પ્રધાન દયાનિધિ મારન, તેમના ભાઈ કલાનીધિ મારન અને અન્યોને જવાબ આપવા માટે દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે. એરસેલ-મેક્સિસ કેસમાં તેમને ડિસચાર્જ કરવા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટે જવાબ આપવા માટે આદેશ કર્યો છે. ઈડીએ બીજી મેના દિવસે હાઈકોર્ટમાં અરજી કરીને બીજી ફેબ્રુઆરીના દિવસમાં ખાસ અદાલતના ચુકાદાને પડકાર ફેંક્યો હતો. જેમાં એરસેલ-મેક્સિસ મની લોન્ડરીંગ કેસમાં મારન બંધુઓ અને અન્યોને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ખાસ અદાલતે કહ્યું હતું કે આરોપો દ્વેશભાવની ભાવના સાથે મુકવામાં આવ્યા હતા. ખાસ સીબીઆઈ જજ ઓપી સૈનીએ તેમની ડિસચાર્જ કર્યા હતા અને કહ્યું હતું કે કોઈપણ આરોપી સામે આરોપો ઘડવા માટે કોઈ પુરાવા મળી રહ્યા નથી.
આગળની પોસ્ટ