વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા ભીષણ ત્રાસવાદી હુમલા કેસમાં પાકિસ્તાનમાં ખૂબ જ ધીમી ગતિએ અને ઉદાસીન રીતે તપાસ ચાલી રહી છે. પાકિસ્તાનમાં આ કેસમાં ટ્રાયલ ખૂબ જ ઉદાસીન છે. આઠ વર્ષમાં નવ જજ જોવા મળી ચુક્યા છે. એન્ટી ટેરેરીઝમ કોર્ટ દ્વારા સાત પાકિસ્તાની શકમંદો સામે ટ્રાયલ યોજવામાં આવી રહી છે. આ હુમલામાં સંડોવણીના આરોપસર તેમની સામે તપાસ ચાલી રહી છે. કોર્ટમાં આજે અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે ખાસ પાકિસ્તાની કોર્ટમાં વધુ એક જજનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે મુંબઈ હુમલા કેસમાં તપાસને આગળ વધારશે. આઠ વર્ષમાં નવમી વખત ફેરફારની જરૂર પડી છે. છેલ્લા બે વર્ષથી મુંબઈ હુમલા કેસમાં તપાસ કરી રહેલા એટીસી જજ સોહેલ અક્રમને બદલી દેવામાં આવ્યા છે. તેમની પંજાબ જ્યુડિશિયલ સર્વિસમાં બદલી કરી દેવામાં આવી છે. જજની નિયમિતપણે બદલીઓ થઈ રહી છે. જેના લીધે પ્રશ્નો ઉભા થાય છે. મુંબઈ કેસ હવે જજ કૌસર અબ્બાસ જૈદીની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યો છે. જૈદી અક્રમ પહેલા કેસમાં જજ હતા. અક્રમ ઉપરાંત આ કેસ સાથે જોડાયેલા અન્ય જજમાં અતિકીર રહેમાન, શાહીદ રફીક, મલિક મોહંમદ અક્રમ અને પરવેઝ અલીશાહનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં ખૂબ જ ધીમી ગતિએ આ મામલામાં તપાસ ચાલી રહી છે. વર્ષ ૨૦૦૯માં આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. મુંબઈ હુમલા કેસના માસ્ટર માઈન્ડ ઝાકીર ઉર રહેમાન લખવીને ડિસેમ્બર ૨૦૧૪માં જામીન મળ્યા હતા. તે વખતે કેસમાં જજ તરીકે જેદી હતા. જેદીએ કહ્યું હતું કે નબળા પુરાવા હતા. પાકિસ્તાની એપીસીમાં મુંબી કેસની સુનાવણી ઘણા સમયથી થઈ નથી. ૨૪ સાક્ષીઓને તેમના નિવેદનો નોંધવા પાકિસ્તાન મોકલવા માટે તેની સરકારે કહ્યા બાદથી તપાસ આગળ વધી નથી. બીજી બાજુ ભારતે મુંબઈ હુમલા કેસમાં ફેરતપાસની માંગણી કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે જમાત ઉદ દાવા લીડર હાફિઝ સઈદ સામે પણ ટ્રાયલ હાથ ધરવામાં આવે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ લાહોરમાં હાફિઝ સઈદ હાલ નજરકેદ હેઠળ છે. જોકે પાકિસ્તાને ભારતની આ માંગણીને ફગાવી દીધી છે.