Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપી, બિહારમાં લઘુમતી મુશ્કેલીઓમાં : દેવગૌડા

ભાજપની સામે એક મજબૂત મોરચાની તરફેણ કરનાર પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું છે કે તેઓ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ચહેરા બનાવવા માટે વિરોધમાં નથી. ૮૫ વર્ષીય દેવગૌડાની આ ટિપ્પણી ખૂબ મહત્વપૂર્ણ છે. હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો વડાપ્રધાન પદના ઉમેદવારના મુદ્દાને ચૂંટણી બાદ છોડી દેવા ઈચ્છુક છે. કારણ કે તેમને લાગે છે કે જો ચૂંટણી પહેલા આ વિષયને લઈને ચર્ચા છેડાશે તો વિપક્ષની એકતાને નુકસાન થઈ શકે છે. દેવગૌડાની પાર્ટી જેડીએસએ કર્ણાટકમાં કોંગ્રેસની સાથે ગઠબંધન સરકાર બનાવી છે.
તેમણે કહ્યું છે કે ભાજપને સત્તાથી દુર કરવા માટે વિપક્ષને એકત્રિત કરવામાં કોંગ્રેસ પાર્ટી મહત્વની ભૂમિકા અદા કરશે. પૂર્વ વડાપ્રધાને દિલ્હીમાં એક ઈન્ટરવ્યુમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે ત્રીજા મોરચાની રચના પોતાના શરૂઆતી દોરમાં છે. મમતા તમામ બિનભાજપ પક્ષોને એકમંચ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. દેવગૌડાએ ૧૯૯૬માં જનતાદળના નેતૃત્વમાં સંયુક્ત મોરચા સરકારનું નેતૃત્વ કર્યું હતું. અલબત્ત તેમની સરકાર એક વર્ષથી પણ ઓછા સમય સુધી ચાલી હતી. તેમણે કહ્યું હતું કે મમતા આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીનો મુસદ્દો જારી કરવામાં આવ્યા બાદ એક મોરચા બનાવવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. આસામમાં ૪૦ લાખ લોકોને યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. મમતા કેન્દ્રની સત્તારૂઢ પાર્ટીનો સામનો કરવા માટે અન્ય પાર્ટીનું સમર્થન પણ માંગી રહી છે. હાલમાં જુદા જુદા રાજ્યોમાં વિરોધ પક્ષોની હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં લઘુમતીઓની હાલત કફોડી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા મજબૂત મોરચાની જરૂર છે.

Related posts

૧૨૫ કરોડનો વિશ્વાસ ધરાવનાર કોઇ પણ કિંમતે ઝુકશે નહીં : મોદી

aapnugujarat

મોદી ૨૦૨૪માં ફરી વડાપ્રધાન બનશે : અઠાવલે

editor

हर शहर, गांव में अपराधों की भरमार- अखिलेश

editor

Leave a Comment

UA-96247877-1