Aapnu Gujarat
મનોરંજન

તમામ કુશળતા હોવા છતાંય ઇલિયાનાને બોલિવુડની ફિલ્મોમા નિષ્ફળતા મળી

તમામ પ્રકારની કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવી શકી નથી. જો કે તે આને લઇને હતાશ નથી. રૂસ્તમ બાદ તે હવે અજય દેવગનની સાથે બાદશાહો ફિલ્મમાં નજરે પડનાર છે. તે હવે હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મો ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પ્રયાસ કરી રહી છે.
ઇલિયાના ડી ક્રુઝ પર હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની તેની ફિલ્મોમાં વધારે સેક્સી અને દેખાવડી દેખાવવા માટે દબાણ વધી રહ્યુ છે. ઇલિયાના હાલમાં કેટલીક સારી ફિલ્મો હાથમાં ધરાવે છે. ઇલિયાના દરેક ભાષાની ફિલ્મમાં કામ કરીને તેની કુશળતા સાબિત કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. તેની પાસે હિન્દી ફિલ્મો વધારે આવી રહી નથી. પરંતુ તે દક્ષિણ ભારતની સારી ફિલ્મો મેળવી રહી છે. જેમાં ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. ઇલિયાના માને છે કે તે કોઇ પણ નિયમોમાં રહેવા માંગતી નથી. તેની પાસે આવેલી ફિલ્મો જુદા જુદા રોલ ધરાવે છે. હાલના દિવસોમાં ઇલિયાના દબાણના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સાહસી અને ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં ટકી રહેવાની બાબત કોઇ મુસ્કેલ નથી. કારણ કે બોલિવુડમાં કુશળતા મુજબ તમામને ભૂમિકા મળી રહી છે. ઇલિયાના નિખાલસપણે કબુલે છે કે એક અભિનેત્રી તરીકે તે હમેંશા અનુભવ કરે છે કે તેને વધુને વધુ ખુબસુરત દેખાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ અને આના માટે તે મહેનત પણ કરી રહી છે. ફિલ્મ બરફી મારફતે ઇલિયાનાએ પોતાની કેરિયરની જોરદાર શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપુરની ભૂમિકા હતી. તેની સાથે ઇલિયાના પણ હતી. પ્રથમ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે ખુબ પાતળી હતી. તેની ચારેબાજુ ટિકા પણ થઇ રહી હતી. ત્યારબાદ તેનુ વજન વધી ગયુ હતુ. ત્યારે તે ફરી પાતલી થવા માટેના પ્રયાસમાં લાગી ગઇ હતી.

Related posts

પાયલ રોહતગી ફરી વિવાદમાં આવી

editor

जाह्नवी कपूर ने जुहू में खरीदा अपने सपनों का आशीयाना

editor

महिला प्रधान एक्शन फिल्म’ में नजर आएंगी कंगना रनौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1