Aapnu Gujarat
રાષ્ટ્રીય

પતિએકરાવી ડિલિવરી, બાળકનું મોત

તમિલનાડુના તિરુપરમાં યુ-ટયૂબ પરથી વિડીયો જોઈને પત્નીની ડિલિવરી કરવાની ઘટના સામે આવી છે. તેમાં ૨૮ વર્ષીય મહિલાએ ૩.૩ કિલોગ્રામનાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ થોડા સમય બાદ તેની મૃત્યું થઈ હતી. આ ડિલિવરી મહિલાનાં પતિએ અને તેનાં અન્ય મિત્રો સાથે મળીને કરી હતી. મહત્વની વાત એ છે કે મહિલાનાં પતિ કે તેના મિત્રોમાંથી કોઈપણ તબીબી દ્રષ્ટિથી ડિલિવરી કરવા યોગ્ય નહતા.
ક્રિથિગા નામની મહિલા સ્કુલમાં શિક્ષક છે અને તેના પતિ કાપડની કંપનીમાં કામ કરે છે. તેમની એક ત્રણ વર્ષની પુત્રી પણ છે. ક્રિથિગાનાં પતિ રાજેન્દ્રએ મીડિયાને જણાવ્યુ કે તેમના પ્રથમ બાળકની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી, પરંતુ ક્રિથિગા ઈચ્છતી હતી કે બીજા બાળકનો જન્મ ઘરમાં થાય.
રાજેન્દ્રએ વધુમાં જણાવ્યું કે તેના મિત્ર લાવણ્યાએ હાલમાં જ તેણે ઘરમાં જ પોતાના બાળકની ડિલિવરી કરી હતી. આ ઘટના વિશે એક ઉચ્ચ પોલીસ અધીકારીએ જણાવ્યું કે તેમણે વિડીયોને જોયો છે, જેમાં મહિલા પોતાની મરજીથી ડિલીવરી માટે મંજુરી આપતી દેખાઈ રહી છે.

Related posts

રેલયાત્રી ધ્યાન દે : હવે કન્ફર્મ ટિકિટ પર પરિવારનો અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકશે

aapnugujarat

૧૬૮ સીટ પર મતદાન બાકી : હવે ભાજપના સત્તા લહેરના દાવાની આકરી કસોટી રહેશે

aapnugujarat

મમતા બેનર્જી કર્ણાટકમાં શપથ સમારોહમાં હાજર રહેશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1