Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : યુપીમાં ભાજપ શક્તિશાળી નેતા મેદાનમાં ઉતારશે

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા આક્રમક તૈયારી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પ્રવર્તી રહેલા રાજકીય સમીકરણો ઉપર ભાજપની ચાંપતી નજર છે. સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ગઠબંધનના પડકારો અને વર્તમાન સાંસદોની સામે વિરોધી પરિબળનો સામનો કરવા માટે ભાજપ ઉત્તરપ્રદેશ સરકારના કેટલાક શક્તિશાળી મંત્રીઓને મેદાનમાં ઉતારવા માટેની તૈયારીમાં છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન હજુ સુધી બની શક્યું નથી પરંતુ ભાજપ પહેલાથી જ તમામ શક્યતાઓનો ઉકેલ શોધી કાઢવાની તૈયારીમાં છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના કહેવામુજબ ભાજપનો પ્રથમ ઉદ્દેશ્ય બંને પાર્ટીઓ એકબીજાની નજીક ન આવે તે રહેલો છે. તેમ છતાં જો બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એક સાથે આવશે તો આવી સ્થિતિમાં પણ પાર્ટી જોરદારરીતે તૈયારીમાં છે. પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ૭૧ વિજેતા ઉમેદવારોમાંથી ૫૦ ટકાને આ વખતે તક આપશે નહીં. આવી સ્થિતિમાં પાર્ટીને જીતાડી શકે તેવા ઉમેદવારોની જરૂર છે. રાજ્યમાં બેઠકોની ગણતરી ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. યુપીમાં શાનદાર દેખાવથી ભાજપની વાપસીનો માર્ગ મોકળો થશે. ભાજપ રાજ્યના પોતાના સૌથી પ્રભાવશાળી મંત્રીઓની યાદી તૈયાર કરી રહી છે. ચૂંટણી ક્ષેત્રમાં જે લોકોને દબદબો રહેલો છે તેવા નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સતિષ મહાના, એસપી સાહિલ, દારાસિંહ ચૌહાણ, એસપીએસ બઘેલ, સ્પીકર દિક્ષીત જેવા કેટલાક મોટા નામ છે જે ૨૦૧૯ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે. પાર્ટી ભાવનાત્મક મુદ્દાઓ અને વિકાસના એજન્ડાની સાથે મેદાનમાં ુતરવાની યોજના ધરાવે છે.

Related posts

Ayodhya terror attack case: 1 acquitted, lifetime imprisonment to 4

aapnugujarat

FPI દ્વારા ફેબ્રુઆરીમાં ૧૭૨૨૦ કરોડનું રોકાણ

aapnugujarat

केवल २५ पर्सेंट ड्राइवर ही सीट बेल्ट लगाते है : सर्वे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1