બેંગલોરના મેદાન પર બે વખતની ચેમ્પિયન ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. આ મેચ સેમી ફાઈનલ સમાન જ બની રહેશે. આ મેચમાં વિજેતા બનનાર ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. આ મેચને લઈને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આઈપીએલ ક્લાલિફાયર-૨ ને લઈને બેંગલોરમાં ક્રિકેટ ફિવર છે. કોલકતા નાઈટ રાઈડર્સનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ સામે હેડ ટુ હેડ ખુબ સારો રહ્યો છે. આ વર્ષે ટુર્નામેન્ટના લીગ તબક્કામાં તેમના હરીફ પર મુંબઈ ઈન્ડિયન્સે બે જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગયા મહિને વાનખેડે સ્ટેડિયમ ઉપર કેકેઆર સામે સિઝનની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. તે વખતે એક બોલ ફેંકવાનો બાકી હતો ત્યારે જીત મેળવી હતી. છેલ્લા ૨૪ બોલમાં ૬૦ રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ ૧૧ બોલમાં ૨૯ રન ફટકારીને જીત મેળવી લીધી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ઈડન ગાર્ડન પર છેલ્લી લીગ મેચમાં પણ નવ રને જીત મેળવી હતી. હવે આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ ફરીવાર આમને સામને આવનાર છે. ક્વાલિફાયર-૧ અને ઈલીમીનેટરની મેચો રમાઈ ચુકી છે. મુંબઈ ઈન્ડિયન્સની રાઈઝીંગ પુણે સામે પ્રથમ ક્વાલિફાયર હાર થઈ હતી. જ્યારે કેકેઆરએ સનરાઈઝ હૈદરાબાદ ઉપર ગઈકાલે મોડી રાત્રે વરસાદગ્રસ્ત ઈલીમીનેટર મેચમાં ડક વર્થ લુઈસ પદ્ધતિના આધારે જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆર છેલ્લી નવ એડિશનમાં બે બે વખત આઈપીએલ ચેમ્પિયન બની ચુકી છે. એક જીતની સાથે બંને ટીમોને ફાઈનલમાં પહોંચવાની તક છે. ફાઈનલ મેચ રવિવારના દિવસે હૈદરાબાદમાં રાઈઝીંગ પુણે સામે આ બંને ટીમો પૈકી એક ટીમ ટકરાશે. આ સિઝનમાં મંુબઈની બેટીંગ શાનદાર રહી છે. લેન્ડલ સિમોન્સ અને પાર્થિવ પટેલની બેટીંગ શાનદાર રહી છે. રોહિત શર્મા, અંબાતી રાયડુ, કિરોન પોલાર્ડનો દેખાવ પણ શાનદાર રહ્યો છે. પંડ્યા બંધુઓ હાર્દિક અને કૃણાલનો દેખાવ પણ અદભૂત રહ્યો છે. બોલીંગમાં લાસિત મલિંગા, મેક વાગન, બુમરાહનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજુ ગઈકાલે મોડી રાત્રે હૈદરાબાદ સામે જીત મેળવી લીધા બાદ શાહરૂખખાનની માલિકીની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ જીતના સીલસીલાને આગળ વધારવા માટે સજ્જ છે. અંતિમ મેચમાં માત્ર છ રન બનાવનાર લીન શાનદાર ફોર્મ મેળવશે તેવી આશા કોલકતાને દેખાઈ રહી છે. લીન શાનદાર શરૂઆત આપતો રહે છે. બીજી બાજુ સનિલ નારને પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે સુનિલ નારેને ધરખમ દેખાવ કર્યો હતો. કેકેઆર તરફથી મનિષ પાંડે, રોબીન ઉથપ્પા પણ શાનદાર ફોર્મમાં છે. આ બંનેએ ક્રમશઃ ૩૯૬ અને ૩૮૭ રન બનાવી ચુક્યા છે. અગાઉની મેચમાં ઉથપ્પા માત્ર એક રને આઉટ થયો હતો પરંતુ તે ધરમખમ દેખાવ કરી શકે છે. ગૌતમ ગંભીર વર્તમાન આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે, તે ૪૮૬ રન કરી ચુક્યો છે. કેપ્ટન તરીકેની તેની ઈનીંગ્સ પણ જોરદાર રહી છે. બોલીંગમાં ક્રિસ વોક્સે ૧૭ વિકેટ ઝડપી છે. જ્યારે ઉમેશ યાદવે ૧૬ વિકેટો ઝડપી છે. આ બંને બોલરો પણ તેમના માટે અસરકારક સાબિત થયા છે.
પાછલી પોસ્ટ