Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફ્રાંસની સાથે કોંગ્રેસે ગુપ્ત સમજૂતિ કરી લીધી હતી : રક્ષામંત્રી

મોદી સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેજાબી પ્રહાર કર્યા બાદ ગંભીર આક્ષેપોનો સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૨૫મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ફ્રાંસની સાથે ગુપ્ત સમજૂતિ કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. સરકારે જ આવી સમજૂતિ કરી હતી અને તેને આગળ વધારી હતી. આસમજૂતિમાં રાફેલ ડિલ પણ સામેલ છે. સમજૂતિ ઉપર કોંગ્રેસના તત્કાલિન સંરક્ષણમંત્રીના હસ્તાક્ષરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રીએ ફ્રાંસ પ્રમુખ દ્વારા એક ભારતીય મિડિયા ગ્રુપને આપેલા ઇન્ટરવ્યુને ટાંકીને કહ્યું હતું કે, ફ્રાંસના પ્રમુખે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત સાથે કોમર્શિયલ સમજૂતિ થઇ છે. આપની પાસે સ્પર્ધક પણ છે.

Related posts

લોકસભા ચૂંટણી : પાંચમાં તબક્કામાં રાષ્ટ્રીય પક્ષમાં ૧૫૦ ઉમેદવાર છે

aapnugujarat

દિલ્હી પોલીસે અંડરવર્લ્ડ શૂટર શાબાઝ અંસારીની ધરપકડ કરી

aapnugujarat

गैर संचारी रोगों के बढ़ते मामलों के मद्देनजर एक राष्ट्रीय आंदोलन चलाने की जरूरत : नायडू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1