Aapnu Gujarat
બ્લોગ

‘આપણે અત્યારે ‘મેઘાલય યુગ’માં જીવી રહ્યા છીએ’

વૈજ્ઞાનિકોએ ધરતીના ઇતિહાસના એક નવા જ યુગ/કાળની શોધ કરી છે. ખાસ વાત એ છે કે આનું કનેક્શન ભારતના મેઘાલય સાથે છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ ૪૨૦૦ વર્ષ પહેલા શરૂ થયેલા પૃથ્વીના ઇતિહાસને ’મેઘાલય યુગ’ નામ આપ્યું છે. ૪૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી પર અચાનક દુષ્કાળ પડ્યો હતો અને તાપમાન એકદમ નીચે ગયું હતું. આ જ કારણે વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ હતી.
હવે મોટો સવાલ એ છે કે આ યુગને ’મેઘાયલ યુગ’ નામ શા માટે આપવામાં આવ્યું? હકીકતમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે મેઘાલયની એક ગુફાની છત પરથી જમીન પર ટપકી રહેલા ચૂનાને એકઠો કર્યો હતો. એકઠા કરવામાં આવેલા આ ચૂનાની મદદથી વૈજ્ઞાનિકોને ધરતીના ઇતિહાસમાં ઘટેલી સૌથી નાની જળવાયુ પરિવર્તનની ઘટનાને વ્યાખ્યાયિત કરવામાં મદદ મળી હતી. આ જ કારણે તેનું નામ ’મેઘાલય એજ’ અથવા ’મેઘાલય યુગ’ આપવામાં આવ્યું હતું.
૪.૬ અબજ વર્ષનો ધરતીનો ઇતિહાસ અનેક કાળખંડોમાં વહેંચાયેલો છે. આ દરેક કાળ ખંડોમાં અલગ અલગ ઘટનાઓ ઘટતી રહી છે. જેમ કે ટાપુઓનું તૂટવું, પર્યાવરણમાં ધરખમ ફેરફાર, જાનવરો તેમજ વૃક્ષોનો વિકાસ વગેરે. હાલમાં આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને હોલોસીન યુગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે ’મેઘાલય યુગ’ તેનો જ એક ભાગ છે. આ યુગમાં છેલ્લા ૧૧,૭૦૦ વર્ષનો ઇતિહાસ સામેલ છે. એ સમયે હવામાનમાં અચાનક ઉત્પન્ન થયેલી ગરમીને કારણે આપણે ’હિમ યુગ’થી બહાર આવ્યા હતા.

Related posts

લગ્ન ન થઇ શક્યા તો શુ થયુ, આપણો પ્રેમ કાયમ અકબંધ જ રહેશે

aapnugujarat

લોહિયાળ ઇતિહાસ ધરાવતો કોહિનૂર આમ પહોંચ્યો ઇંગ્લેન્ડ

aapnugujarat

નવરાત્રી વેકેશન..!, અમે હિન્દુત્વના રક્ષક છીએ તે સાબિત કરવાનો પોકળ દાવો…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1