Aapnu Gujarat
Uncategorized

એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી

એશિયા ખંડનો સૌથી મોટો માટીનો ડેમ એટલે અમીપુર ડેમ. આ ડેમમાં ઉપરવાસના વરસાદને લઈને ઓઝતના ભારે પાણી આવક થતા અમીપુર ડેમ પણ પાણીથી ભરાયો છે. જેને લઈને જીલ્લા કલેકટર ડેમની મુલાકાતે પહોચ્યા હતા. તો બીજી બાજુ પોરબંદરના ઘેડ પંથકમાં મધુવંતી નદીમાં આવેલા ઘોડાપુર આવ્યા છે પરંતુ દરિયામાં ભરતીના કારણે પાણીએ પાછો ઠેલો માર્યો છે. પરિણામે તંત્ર સાબદું બન્યું છે. પોરબંદરના કુતિયાણા પંથકમાં આવેલ અમીપુર ડેમ એશિયાનો સૌથી મોટો માટીનો બનેલો ડેમ છે. અમીપુર ડેમમાં ઓઝતનાં પાણી આવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયાં હતા. વહીવટી તંત્ર પણ આ પાણીના વધામણા કરવા પહોચ્યું હતું. અધિકારીઓ ડેમની મુલાકાત લીધી હતી. સાથે જ અધિકારીઓએ ડેમ અને તેની આસપાસની ખેતીવાડીને નુકશાન થાય છે કે ફાયદો તેની પણ ચકાસણી કરી હતી. પોરબંદરનાં ઘેડ પંથકના માધવપુરમાં આવેલી મધુવંતી નદીમાં ઓઝતનાં ૧૮ દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદરના ઘેડ પંથકમાં આવેલી મધુવંતી નદીમાં ફરી વળ્યાં છે. દરિયો ભારે તોફાની અને અદ્ભુત ભરતીના લીધે આ પાણી સમુદ્રમાં જવું મુસ્કેલ બન્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે. વધુ વરસાદ કે ઉપરવાસથી પાણીની આવક વધે તો વિસ્તારને ચોક્કસ મુશ્કેલીમાં મુકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Related posts

અનૈતિક સંબોધથી જન્મેલી બાળકીની હત્યા કરનાર મહિલા ઝડપાઇ

editor

સુંદરપરાની સુંદર નર્સરી

aapnugujarat

જેતપુર પંથકના ખેડૂતોની હાલત દયનીય

editor

Leave a Comment

UA-96247877-1