Aapnu Gujarat
શિક્ષણ

૦ માર્ક્સ છતાં એમબીબીએસમાં એડમિશન મળ્યું

દેશના એજ્યુકેશન સિસ્ટમ સાથે કંઈ રીતે છેતરપીંડી થઈ રહી છે, તેનું એક ઉદાહરણ ૨૦૧૭માં એમબીબીએસમાં થયેલા એડમિશનમાં સામે આવ્યું છે. મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓને એમબીબીએસ કોર્સમાં એડમિશન મળી ગયું છે જેને NEET(નીટ)માં જીરો અથવા તો તેનાથી ઓછા માર્કસ મેળવ્યા છે. મેડિકલ કોર્સોમાં આયોજિત થનાર પ્રવેશ પરીક્ષા NEETમાં ઓછામાં ઓછા ૪૦૦ વિદ્યાર્થીઓ ફિજિક્સ અને કેમિસ્ટ્રીમાં સિંગલ ડિજિટમાં નંબર મળ્યા અને ૧૧૦ વિદ્યાર્થીઓને જીરો નંબર. તેમ છતાં તમામ વિદ્યાર્થીઓને એમબીબીએસ કોર્સમાં એડમિશન મળી ગયું છે.
સૌથી વધુ વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં થયું છે. તેના સામે સવાલ ઉઠી રહ્યું છે કે જીરો માર્કસ મળ્યા હોવા છતાં આ વિદ્યાર્થીઓને એડમિશન કેવી રીતે મળી શકે છે તો પછી આ ટેસ્ટની શું જરૂર છે. એક અખબારે તે તમામ ૧,૯૯૦ વિદ્યાર્થીઓના માર્ક્સનું વિશ્વલેષણ કર્યું, જેમનું ૨૦૧૭માં એડમિશન થયું અને તેમના માર્ક્સ ૧૫૦થી પણ ઓછા છે. ૫૩૦ એવા વિદ્યાર્થીઓ સામે આવ્યા જેમને ફિજિક્સ, કેમિસ્ટ્રી અથવા બન્નેમાં જીરો અથવા સિંગલ ડિજિટમાં નંબર મેળવ્યા છે.
શરૂમાં કૉમન એન્ટ્રસ એક્ઝામ માટે જાહેર કરવામાં આવેલા નૉટિફિકેશનમાં દરેક વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ લાવવા અનિવાર્ય કરવામાં આવ્યું છે. બાદમાં આવેલા નોટિફિકેશનમાં પર્સેટાઈલ સિસ્ટમને અપનાવવામાં આવી અને દરેક વિષયમાં અનિવાર્ય નંબરની બાધ્યતા ખતમ કરવામાં આવી. તેની અસર તે થઈ કે ઘણી કોલેજોમાં જીરો અથવા સિંગલ ડિજિટ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ એડમિશન મળવા લાગ્યું.

Related posts

स्कूल बस-वान में फायर सेफटी का नियम कागज पर

aapnugujarat

आज कक्षा-११ सायन्स का तीसरा मेरिटलिस्ट जारी किया

aapnugujarat

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવાશે

editor

Leave a Comment

UA-96247877-1