Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈટ ટુ ફિનિશ જંગ

આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈટ ટુ ફિનિશ જંગભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે લીડસ ખાતે રમાનાર છે. બંને ટીમો હજુ સુધી એક એક મેચ જીતી શકી છે જેથી ત્રીજી અને અંતિમ વનડે મેચ બંને માટે નિર્ણાયક રહેનાર છે. પ્રથમ વનડે મેચ ભારતે અને બીજી વનડે મેચ ઇંગ્લેન્ડે જીતી હતી. પહેલા આયર્લેન્ડ સામે ત્યારબાદ યજમાન ઇંગ્લેન્ડ સામે ટ્‌વેન્ટી શ્રેણીમાં જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે શ્રેણી પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ક્રિકેટ પ્રેમીઓની નજર હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની ઉપર કેન્દ્રિત રહેશે. બોલરોમાં ચહર અને ચહેલ બંને અસરકારક સાબિત થયા છે. ઇંગ્લેન્ડની આ વનડે શ્રેણીમાં જોરદાર કસોટી થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે, ૮મી જુલાઈના દિવસે રમાયેલી છેલ્લી ટ્‌વેન્ટી મેચમાં ભારતે જીત મેળવીને ઇંગ્લેન્ડ સામે ટ્‌વેન્ટી શ્રેણી જીતી લીધી હતી. રોહિત શર્માની ત્રીજી ટ્‌વેન્ટી-૨૦ સદીની સહાયથી ભારતે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડ પર સાત વિકેટે જીત મેળવીને શ્રેણી૨-૧થી જીતી લીધી હતી. તે પહેલા કાર્ડિફ ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની બીજી મેચમાં ભારત પર યજમાન ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી હતી.માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્‌વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચકરહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે.

Related posts

સઘન સુરક્ષા વચ્ચે બાબાના ડેરામાં સર્ચ કામગીરી પૂર્ણ

aapnugujarat

સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચૂંટાયા

aapnugujarat

ભારે વિરોધ વંટોળ વચ્ચે આખરે પદ્માવતીની રિલીઝ તારીખ ટળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1