Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈ પાણીમાં ગરકાવ

મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર લોકો અટવાયા

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. જેંથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે લાઇફલાઈન પણ ઠપ છે. તમામ જગ્યાઓએ ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. મુંબઈમાં ભારે વરસાદથી તમામ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. મુંબઈ વરસાદના પાણીમાં ગરકાવ થયું છે. સેંકડો લાઈટોને પણ અસર થઇ છે. મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવામાં આવી છે. પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે. લોકોને બચાવવા માટે તથા તેમને સુરક્ષિત બચાવવા માટે એનડીઆરએફની ટીમો સક્રિય થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ઉપનગરીય વિસ્તારોમાં આનાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાઈ લાઈફલાઈનનું સંચાલન ઠપ થઇ ગયું છે. વસઇ અને વિરાર વચ્ચે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. લોકલ ટ્રેનો પણ બંધ રાખવામાં આવી હતી. બેસ્ટની બસો પણ ખોરવાઈ ગઈ છે. મુંબઈ શહેરમાં સરેરાશ મોસમનો કુલ વરસાદ નવી ઉંચી સપાટી ઉપર પહોંચી રહ્યો છે. દહીસર, બોરીવલ્લી, મલાડ, જોગેશ્વરી, અંધેરી, શાંતાક્રઝ, માહિમ, કુર્લા, પરેલ, નાલાસોપારા, દાદર, કિંગ સર્કલ, વડાલા, ઘોટકોપર, પોવાઈ અને અન્ય જગ્યાઓ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. નાલાસોપારામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વસઇમાં એનડીઆરએફની ટીમ ગોઠવાઈ ગઈ છે. આજે પણ યથાવતરીતે વરસાદનો દોર જારી રહ્યો હતો. સૌથી વધારે કફોડી હાલત નાલાસોપારામાં થઇ છે.છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
આજે મંગળવારના દિવસે પણ લોકોને કોઇ રાહત મળી ન હતી. સોમવારના દિવસે શહેરમાં ૨૦૧૧ બાદથી લઇને હજુ સુધી કોઇ એક મોનસુનની સિઝનમાં સૌથી વધારે વરસાદનો રિકોર્ડ નોંધાયો હતો. આજે વરસાદ જારી રહેવાના કારણે લોકોને કોઇ રાહત મળી રહી નથી. લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઇ છે. સવારમાં ઓફિસ જતા લોકો જુદી જુદી જગ્યાએ અટવાયા હતા. લોકો ભારે મુશ્કેલથી ઓફિસ પહોંચી રહ્યા છે. આજે સવારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમોમાં ઘુટણસુધીના પાણી ભરાયા છે. વડાલા વિસ્તારમાં એક કાર પાણીમાં ડુબેલી નજરે પડી છે. આની સાથે સાથે દાદર ટીટી, ગાંધી માર્કેટ, પાલઘરના નાલાસોપારામાં જળબંબાકારની સ્થિતી રહી છે. શુક્રવાર સુધી ભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મુંબઈની લાઇફ ભારે વરસાદના કારણે રોકાઈ ગઈ છે. સતત વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ટ્રેન સેવા ખોરવાઈ ગઇ છે. વાહન વ્યવહાર ઠપ થઇ ગયું છે. સ્કુલ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લોકલ ટ્રેન સેવા ખોરવાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુંબઈ સિઝનના સૌથી ભારે વરસાદથી બેહાલ છે. બે દિવસથી વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. રેલવે ટ્રેક ઉપર પણ પાણી ફરી વળ્યા છે. મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાની ગતિ બંધ જેવી થઇ ગઇ છે. કુર્લા, થાણે, અંધેરી, સાયન, માટુંગા, ધારાવી, ભિવંડી, કલ્યાણમાં માર્ગો ઉપર પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. બેસ્ટ બસોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે. કેટલીક બસોને બંધ પણ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે તમામ ટ્રેનો ધીમીગતિએ દોડી રહી છે. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે, નાલાસોપારામાં ટ્રેક ઉપર ૧૮૦ મિલીમીટર સુધી પાણી હોવાના કારણે આ ટ્રેક ઉપર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ઉપનગરીય લાઇન ઉપર પણ ટ્રેનો રોકવામાં આવી છે. બાકી લાઈનો ઉપર ટ્રેન ધીમીગતિએ ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેને હજુ સુધી કોઇ અસર થઇ નથી પરંતુ થાણે અને કલવા વચ્ચે ટ્રેનના ટ્રેક ઉપર ભારે પાણી ભરાઈ ગયા છે જેથી ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ દાદર, માટુંગા, ગોરેગાંવ અને બીજા સ્ટેસનો પર ટ્રેક પરથી પાણીને દૂર કરવા હેવી ડ્યુટી પંપ લગાવવામાં આવ્યા છે. બીએમસી દ્વારા મોનસુન સિઝન પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, વરસાદમાં આ વખતે કોઇપણ જગ્યાએ પાણી ભરાશે નહીં પરંતુ ટુંકાગાળાની અંદર જ બીએમસીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર પડી ગયેલા ગાબડા અને સાથે સાથે મોટા ભુવા જીવલેણ સાબિત થઇ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય જગ્યા પર લોકો અટવાયા હતા. જો કે, બચાવ અને રાહત કામગીરી ઘણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં તમામ નિચાણવાલા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. ઉપનગરીય ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બસ સેવાને પણ માઠી અસર થઇ છે. સાથે સાથે મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતા લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ છે.
મુંબઈમાં ભારે વરસાદના કારણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. જેના પરિણામ સ્વરુપે બાળકોને વધારે મુશ્કેલી આવી રહી છે.
આ એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડ્યા છે. મળેલી માહિતી મુજબ ૧૨૯૨૮ વડોદરા એક્સપ્રેસ ટ્રેન નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. એક્સપ્રેસ ટ્રેનમાં ફસાયેલા યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમને સુરક્ષિત કાઢીને અન્યત્ર મોકલવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ ટ્રેન સેવાને પણ માઠી અસર થઇ છે. કારણ કે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. એક્સપ્રેસ ટ્રેનો જે લાંબાઅંતરની છે તે પણ રદ કરવામાં આવી છે. મુંબઈમાં સોમવાર સુધીમાં ૧૩૬૩ મીમી વરસાદ નોંધાઈ ચુક્યો હતો અને આજે તેમાં સાત ઇંચથી વધુનો વધારો થઇ ચુક્યો છે. એક સિઝનમાં થનાર વરસાદના ૫૪ ટકા ક્વોટા સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા છે. આ સ્થિતિમાં હજુ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. મુંબઈમાં હવામાન વિભાગ તરફથી ૧૫મી જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અતિભારે વરસાદ હજુ જારી રહેશે. આજે ભારે વરસાદના કારણે હિંદમાતા, કિંગ સર્કલ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહી હતી. લોકો પોતાની ઓફિસમાં મોડેથી પહોંચ્યા હતા. ગઇકાલે પણ તમામ જગ્યાએ ભારે વરસાદ થયો હતો જેથી હજુ પણ પાણી ઉતર્યા હતા. વરસાદ જારી રહ્યો છે. સોમવારના દિવસે દહાનુમાં ૩૫૪ મીમી વરસાદ, વર્લીમાં ૧૮૦ મીમી, ભાંડુપમાં ૧૧૮, મારોલમાં ૧૮૨ મીમી, કાંદિવલીમાં ૧૬૨, વરસોવામાં ૧૪૦, થાણેમાં ૧૫૬, મુલુંદમાં ૧૮૬ અને ગોરેગાંવમાં ૧૮૬ મીમી વરસાદ થયા બાદ હજુ પણ વરસાદ જારી રહ્યો છે જેથી આ તમામ વિસ્તારો જળબંબાકાર થયેલા છે. શુક્રવાર સુધી મુંબઈના લોકોને રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. નાલાસોપારાના પાંડેનગરમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘુસી ગયા છે.

Related posts

कठुआ से पुलिस ने तीन आतंकियों को 6 एके-47 के साथ दबोचा

aapnugujarat

સેન્સેક્સમાં ૨૨ અંકનો ઘટાડો

aapnugujarat

शेयर बाजार तेजी, सेंसेक्स 84.60 अंकों के उछाल के साथ 39,215.64 पर हुआ बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1