Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીના દરમાં વધુ રાહતો આપવા જેટલીનો સંકેત

જીએસટી વ્યવસ્થાના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ પણ પ્રતિક્રિયા આપી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પ્રથમ વખત અરુણ જેટલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, જીએસટી દરોમાં હજુ પણ રાહત મળી શકે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, આનાથી દેશમાં પરોક્ષ કરવેરાની જટિલતા ખતમ થઇ ચુકી છે. કોઇ જાહેર કાર્યક્રમમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પ્રથમ વખત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરુપે ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે જરૂરી ચીજવસ્તુઓ ઉપર ઓછા ટેક્સથી પ્રજાને પણ રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે, ટેક્સ કલેક્શનમાં વધારો થવાના પરિણામ સ્વરુપે હવે સરકાર સ્લેબમાં વધુ ઘટાડો કરવા ઇચ્છુક છે અને પ્રજાને રાહત આપી શકે છે. જેટલીએ ઉમેર્યું હતું કે, એડવાન્સ ટેક્સ પેમેન્ટના પરિણામ સ્વરુપે ગ્રોસ ઇન્કમમાં વધારો થઇ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જીએસટીના પરિણામે ભારત સંગઠિત બજાર તરીકે ઉભર્યું છે. મોદી સરકારના મોટા નિર્ણય પૈકીના એક નિર્ણય તરીકે આને ગણી શકાય છે. જેટલીએ કહ્યું હતું કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં અમે દેશના સૌથી જટિલ ટેક્સ વ્યવસ્થાને ખતમ કરવાનો સાહસી નિર્ણય કર્યો હતો. તે વખતે ૧૩ મલ્ટીપલ ટેક્સ અને રિટર્નની વ્યવસ્થા હતા. ટેક્સ ઉપર ટેક્સ લાગતા હતા. દરેક રાજ્યના પોતાના જુદા ટેક્સ રેટ હતા અને તે મુજબ જ રિટર્ન ફાઈલ કરવાની જરૂર પડતી હતી. દેશના બંધારણીય માળખાને ધ્યાનમાં લઇને આ ટેક્સની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા અમલી કરતા પહેલા અમે દરેક રાજ્ય સાથે વાતચીત કરી હતી. જીએસટી કાઉન્સિલની રચના પણ આ હેતુ સાથે જ કરવામાં આવી હતી. દેશના તમામ રાજ્યોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે. જે હેઠળ માત્ર એક જ વખત ટેક્સ ભરવામાં આવે છે. એક જ વખત રિટર્ન ભરવામાં આવે છે. દેશભરમાં તમામ ચેકપોસ્ટ ખતમ થઇ ચુક્યા છે. તમામ જટિલ બાબતોનો અંત આવી ચુક્યો છે. અમે રેટને વધાર્યા વગર અને રેટને ઘટાડ્યા બાદ પણ રવેન્યુમાં વધારો કરવામાં સફળ રહ્યા છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા અમલી બનવાના પરિણામ સ્વરુપે અગાઉની પરોક્ષ કરવેરા વ્યવસ્થાની તુલનામાં ૨૧ ટકાનો વધારો થયો છે. ટેક્સ વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પરિણામ સ્વરુપે રેટમાં ઘટાડો કરવા અને તેને વધુ તર્કસંગત બનાવવાની ક્ષમતામાં વધારો થયો છે. જીએસટી વસુલાત વધવામાં આવ્યા બાદ હવે સરકાર જીએસટીના દરોમાં ઘટાડો કરી શકે છે. આ વખતે જીએસટી કલેક્શનનો આંકડો એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સરકારે હાલમાં જ આંકડા જારી કરીને કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં કુલ ૧૦૩૪૫૮ કરોડ રૂપિયાની જીએસટી વસુલાત થઇ છે. જીએસટી રેટને ઘટાડવાની પાછળ જીએસટી કલેક્શનનો આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચી જવાની વાત પણ રહેલી છે. તમામ લોકો જાણે છે કે, જુલાઈ ૨૦૧૭ બાદથી સરકારે આશરે ૩૨૦ ચીજવસ્તુઓ ઉપર રેટ ઘટાડી દીધા છે. આમાથી મોટાભાગની ચીજવસ્તુઓ ૨૮ ટકાના સ્લેબમાં આવે છે. સિમેન્ટ અને પેઇન્ટ્‌સ પર પણ રેટ ઘટાડવાની તૈયારી ચાલી રહી છે. જીએસટી કલેક્શન વધારે હોવાના આંકડાનો ઉલ્લેખ જેટલીએ કર્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો

aapnugujarat

અખિલેશ યાદવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો

aapnugujarat

૧૨૫ કરોડનો વિશ્વાસ ધરાવનાર કોઇ પણ કિંમતે ઝુકશે નહીં : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1