Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા જેટલીનો ઇન્કાર

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે ઓઇલ ઉપર એક્સાઇઝમાં કોઇપણ કાપ મુકવામાં આવશે નહીં. જેટલીએ ટેક્સની ચુકવણી કરવા નાગરિકોને અપીલ કરી હતી. ચિદમ્બરમના એવા સૂચનને જેટલીએ ફગાવી દીધો હતો તે ઓઇલ ઉપર ટેક્સને પ્રતિલીટર ૨૫ રૂપિયા સુધી ઘટાડી શકાય છે. જેટલીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ ખુબ જ આડેધડ વાત કરી રહ્યા છે. ટેક્સના પોતાના હિસ્સાની રકમ ચુકવવા જેટલીએ લોકોને અપીલ કરી હતી. મહેસુલી સોર્સ તરીકે ઓઇલ ઉપર આત્મનિર્ભરતાને ઘટાડવા માટે ઇમાનદારીથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં હાલ કોઇપણ ઘટાડો કરવામાં આવનાર નથી. તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કોઇપણ ઘટાડો કાઉન્ટર પ્રોડક્ટીવ રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પગારદાર વર્ગ દ્વારા ટેક્સમાં પોતાના હિસ્સાની ચુકવણી કરવી જોઇએ. અન્ય મોટાભાગના વર્ગોએ તેમના ટેક્સ ચુકવણીના રેકોર્ડને સુધારવા જોઇએ. આનાથી ટેક્સ ચુકવનાર સોસાયટી તરીકે ભારતની છાપ ઉભી થશે. આજ કારણસર તેવો વારંવાર આ પ્રકારની અપીલ કરતા રહે છે. ઇકોનોમી એન્ડ માર્કેટ રિવાર્ડ સ્ટ્રક્ચરલ રિફોર્મ એન્ડ ફિસ્કલ પ્રુડેન્સના નામ સાથે આયોજિત કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારનો ટેક્સ જીડીપી રેશિયો ૧૦ ટકાથી સુધરીને ૧૧.૫ ટકા થઇ ગયો છે. આ પૈકીનો અડધો અથવા તો જીડીપીનો ૦.૭૨ ટકા નોન ઓઇલ ટેક્સ જીડીપી રેશિયોમાં વધારા માટે છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, જીડીપીમાં નોન ટેક્સની સપાટી ૯.૮ ટકા રહી છે. સરકારે ફિસ્કલ પ્રુડેન્સ માટે ખુબ મજબૂત છાપ ઉભી કરી છે. માઇક્રો ઇકોનોમિકલી જવાબદારીપૂર્વકનું વર્તન ભારતે અદા કરવું જોઇએ. ચિદમ્બરમની ઝાટકણી કાઢતા જેટલીએ આક્ષેપો કર્યા હતા. ચિદમ્બરમના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, ઉલ્લેખનીય કામગીરી સરકાર દ્વારા અદા કરવામાં આવી છે. ચિદમ્બરમે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલની કિંમત પર લીટરદીઠ ૨૫ રૂપિયા સુધીનો ઘટાડો ટેક્સમાં કરી શકે છે. સરકારી અંદાજ મુજબ પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં ૧ રૂપિયાના ઘટાડાથી ૧૩૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે. રેટિંગ એજન્સી મૂડીએ ચેતવણી આપતા કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કોઇપણ ઘટાડો ફિસ્કલ ડેફિસિટના આંકડા ઉપર ખુબ માઠી અસર કરી શકે છે. આના પરિણામ સ્વરુપે સરકાર સામે અનેક નવા પડકારો ઉભા થઇ જશે.
રેટિંગ એજન્સીનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં દરેક એક રૂપિયાના ઘટાડાથી ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું મહેસુલી નુકસાન સરકારને પડશે. આવી સ્થિતિમાં આ સૌથી મોટો પડકાર રહેશે. મૂડીના કહેવા મુજબ ભારત સામે સૌથી મોટો પડકાર તેની ફિસ્કલ મજબૂતી સાથે જોડાયેલો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મારફતે રેવેન્યુમાં કોઇપણ પ્રકારનો ઘટાડો મોટી સમસ્યા સર્જી શકે છે.

Related posts

એકબીજાને પસંદ ન કરનાર પણ હવે એકઠા થયા : આગ્રામાં મોદીનાં પ્રહારો

aapnugujarat

Terrorist organisation L-e-M chief arrested in J&K

editor

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1