Aapnu Gujarat
મનોરંજન

બજાર ફિલ્મની રજૂઆતની તારીખને લઇ દુવિધા

બોલિવુડમાં હોટ અને બોલ્ડ સ્ટાર તરીકે ઉભરેલી રાધિકા આપ્ટેની નવી ફિલ્મ બજારની રજૂઆતને લઇને કેટલીક દુવિધા રહેલી છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ પર કામ થઇ રહ્યુ છે. રાધિકા નવી ફિલ્મમાં હવે એક હોટ, સેક્સી, મહત્વકાંક્ષી ફાયનાન્સિયલ યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. નવી ફિલ્મમાં તે નવા જ અવતારમાં ચાહકોની વચ્ચે આવનાર છે. નિખિલ અડવાણી બજાર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રાધિકાની સાથે સાથે સેફ અલી ખાન અને રાકેશ મહેરાની ભૂમિકા રહેલી છે. નિખિલ અડવાણીની ફિલ્મમાં સેફ અલી ખાનની શાનદાર ભૂમિકા જોવા મળનાર છે. તે બિઝનેસ કારોબારી તરીકે ફિલ્મમાં રહેશે. આ ફિલ્મની સાથે જ વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરા બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. તે હાલમાં આ ફિલ્મ માટે મુંબઇમાં શુટિંગ કરી રહી છે. અડવાણીએ માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મ સાથે રોહન મહેરાની બોલિવુડમાં એન્ટ્રી થઇ રહી છે. ચોકલેટ બોય સ્ટાર પુત્ર રોહનની એન્ટ્રીને લઇને પણ ભારે ઉત્સુકતા છે. રોહનની સાથે સાથે એક મજબુત અભિનેતાની ફિલ્મમાં જરૂર હતી. જે હવે સેફ અલી ખાન જરૂરીયાત પૂર્ણ કરી રહ્યો છે. ફિલ્મોમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહેલી રાધિકાએ કહ્યુ છે કે સેફ અને રોહન જેવા કલાકારો સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તે ફિલ્મમાં મુંબઇની એક યુવતિ તરીકેની ભૂમિકા અદા કરી રહી છે.
સ્ટોક માર્કેટ અંગે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. વિતેલા વર્ષોમાં વિનોદ મહેરાએ પણ કેટલીક ફિલ્મો કરી હતી. તે વિતેલા વર્ષોમાં સુપરસ્ટાર અભિનેતા પૈકી એક તરીકે રહ્યો હતો. વિનોદ મહેરાએ ઘર જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરી હતી.

Related posts

कंगना की याचिका पर बॉम्‍बे हाइकोर्ट में होगी सुनवाई

editor

भट्ट फैमिली को लेकर रणवीर शौरी का बयान, कहा – ‘मुझे शराबी बोलते थे

editor

ऐक्टर कमाल राशिद खान को हुआ पेट का कैंसर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1