Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ડ્યુટીમાં એક રૂપિયાના કાપથી ૧૩૦૦૦ કરોડનું નુકસાન થશે : રેટિંગ એજન્સી મૂડી

રેટિંગ એજન્સી મૂડીએ ચેતવણી આપતા કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કોઇપણ ઘટાડો ફિસ્કલ ડેફિસિટના આંકડા ઉપર ખુબ માઠી અસર કરી શકે છે. આના પરિણામ સ્વરુપે સરકાર સામે અનેક નવા પડકારો ઉભા થઇ જશે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં દરેક એક રૂપિયાના ઘટાડાથી ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું મહેસુલી નુકસાન સરકારને પડશે. આવી સ્થિતિમાં આ સૌથી મોટો પડકાર રહેશે. મૂડીના કહેવા મુજબ ભારત સામે સૌથી મોટો પડકાર તેની ફિસ્કલ મજબૂતી સાથે જોડાયેલો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મારફતે રેવેન્યુમાં કોઇપણ પ્રકારનો ઘટાડો મોટી સમસ્યા સર્જી શકે છે. ફિસ્કલ કન્સોલીડેશનને હાસલ કરવાના હેતુસર ખર્ચમાં કોઇપણ પ્રકારનો ઘટાડો સમસ્યા સર્જી શકે છે. મૂડીએ ગયા વર્ષે રેટિંગને લઇને ભારત માટે ખુબ સારી વાત કરી હતી. સ્ટેબલ આઉટલુક સાથે ગ્રેડ આપ્યો હતો. સરકાર ફિસ્કલ ડેફિસિટના આંકડાને નીચે લાવવાની યોજના ધરાવે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચે અંતર જીડીપીના ૩.૩ ટકાની આસપાસ લાવવાની યોજના ધરાવે છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં આ આંકડો ૩.૫૩ ટકા હતો. ચાર વર્ષના લાંબાગાળા બાદ આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ફુગાવાની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. ક્રૂડ ઓઇલની કિંમત એપ્રિલ મહિનામાં બેરલદીઠ ૬૬ ડોલરથી વધીને હાલમાં ૭૪ સુધી પહોંચી ગઈ છે જ્યારે રિટેલ ફુગાવો મે મહિનામાં વધીને ૪.૮૭ ટકા સુધી પહોંચી ગયો છે જે તેની ચાર મહિનાની ઉંચી સપાટી છે. ફળફળાદી, શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે.

Related posts

દેશને શટકાવવાની વાત હશે, તો દરેક અવાજ જેલની પાછળ હશે : અમિત શાહ

aapnugujarat

અધિકારીઓની બદલી મુદ્દે મમતાના આક્ષેપો ખોટા છે : ચૂંટણી પંચ

aapnugujarat

ટુજી ચુકાદો : કોઇ પીછેહઠ થઇ હોવાનો સ્વામીનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1