કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વ વાળી એનડીએ સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવિટર પર મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર ટિપ્પણી કરી છે.
રાહુલે પોતાના ટવીટરમાં સરકારના કામકાજ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે લખ્યું છે કે યુવાનો નોકરી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. બોર્ડર પર જવાનો મરી રહ્યાં છે. સરકાર કઇ બાબત પર ઉત્સવ ઉજવી રહી છે.
રાહુલે મોદી સરકારના કાર્યકાળ પર એક અન્ય ટવિટર કર્યું છે. આ ટવિટરમાં રાહુલે લખ્યું છે કે વાયદા વિરૂદ્ધ, નિષ્ફળતા અને જનતા સાથે છેતરપીંડી કરેલા ત્રણ વર્ષ.૧૬ મે ૨૦૧૪ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ જીત પ્રાપ્ત કરી હતી અને કેન્દ્રમાં પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી હતી. ૨૬ મેના રોજ નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લીધા હતા.
મોદી સરકારનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર તમામ મંત્રીઓ પોતાના કામકાજનો હિસાબ આપ્યો હતો. હવે પાર્ટી અને સરકારને ત્રણ વર્ષ પૂરા થયા છે. ત્યારે ઉત્સવનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે.