Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાખોની ફી લેતાં વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણને બચાવવા લીધી માત્ર ૧ રુપિયાની ફી

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત તરફથી કેસ લડી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે માત્ર ૧ રુપિયાની ફી લઈને કામ કરી રહ્યા છે. આ ખુલાસો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કર્યો છે. વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવમાં પક્ષ રજૂ કર્યો હતો.ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્‌વીટર પર એક યૂઝર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપતા ઉપરોક્ત ખુલાસો કર્યો હતો. યૂઝરે પોતાના ટ્‌વીટમાં પુછ્યું હતું કે, ‘શું કોઈ બીજા વકીલે પણ આ પ્રકારે પક્ષ રજૂ કર્યો હતો અને તે પણ હરીશ સાલ્વે કરતા ઓછી ફી લઈને?’ પ્રશ્નનો જવાબ આપતા વિદેશ પ્રધાને લખ્યું કે, આ પ્રશ્ન યોગ્ય ન કહેવાય. કારણકે હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવના કેસ માટે માત્ર ૧ રુપિયો ફી ચાર્જ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે બહુ ઓછા એવા વકીલ છે જે ઈન્ટરનેશનલ કોર્ટમાં દલીલો રજૂ કરવા સક્ષમ હોય અને હરીશ સાલ્વે તે પૈકીના એક છે.
હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ કુલભૂષણના બચાવમાં દલીલો રજૂ કરી છે. તેમણે પાકિસ્તાનની પોલ ખોલવા અનકે તર્ક રજૂ કર્યા છે અને કહ્યું કે પાકિસ્તાને આંતરારાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે, સાલ્વે વર્ષ ૧૯૯૨ થી ૨૦૦૨ સુધી ભારતના સોલિસિટર જનરલના પદે રહી ચુક્યા છે.હરીશ સાલ્વેની ગણના ભારત જ નહીં પણ વિશ્વના મોંઘા વકીલોમાં કરવામાં આવે છે. તેમની એક સુનાવણીમાં હાજર રહેવાની ફી રુપિયા ૬૦ લાખથી ૧ કરોડ સુધીની હોય છે. રતન ટાટાથી લઈને મુકેશ અંબાણી સુધીના ઉદ્યોગપતિઓ માટે સાલ્વે સુપ્રીમ કોર્ટમાં કેસ લડી ચૂક્યા છે. આપને જણાવી દઈ કે, અનીલ અંબાણી સાથે થયેલા ગેસ વિવાદમાં સાલ્વેએ મુકેશ અંબાણી માટે કેસ લડ્યો હતો અને રુપિયા ૧૫ કરોડ જેટલી ફી ચાર્જ કરી હતી.

Related posts

पंचायत के वर्जिनिटी टेस्ट के खिलाफ वॉट्‌सऐप जंग

aapnugujarat

જેલમાં બંધ હાઈપ્રોફાલ લોકોને સામાન્ય ભોજન આપો : યોગી આદિત્યનાથ

aapnugujarat

કેરાલામાં ભાજપને ફરી નિષ્ફળતા, ખાતુ પણ ન ખુલ્યું

editor

Leave a Comment

URL