Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાક. એવું ન સમજે કે ભારતમાં કંઈ નથી થઈ રહ્યુંઃ રાજનાથ

પાકિસ્તાની સૈન્યએ બે ભારતીય જવાનો સાથે આચરેલી બર્બરતાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું કે પાકિસ્તાને એવું માની લેવાની જરૂર નથી કે ‘કંઇ જ નથી થઇ રહ્યું.’ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલના ‘સંવાદ’ કોન્કલેવમાં રાજનાથ સિંહે કહ્યું,સર્જિકલ સ્ટ્રાઇક માટે ૧૦ થી ૧૫ દિવસની તૈયારી કરવી પડી હતી. મહેરબાની કરીને એવું ધારી લેવાની કોઇ જરૂર નથી કે સરકાર વતી (અમારા તરફથી) કોઇ જ કાર્યવાહી નથી થઇ રહી.હું હમણા એટલું કહી શકું છું કે અમે અમારા દેશવાસીઓને શરમથી તેમના માથાં લટકાવી દેવાની પરવાનગી નહી આપીએ.શું આર્મી સરહદ પાર કરીને આતંકવાદીઓ વિરુદ્ધ બદલો લેશે, એવા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ આવા પ્રશ્નનો જવાબ નહીં આપે પરંતુ તેમણે કહ્યું કે જે લોકો બહુ બકવાસ કરે છે, તેઓ કંઇ કરતા નથી. અમે એડવાન્સમાં કશું નહી કહીએ પણ અમે કરીને બતાવીશું.રાજનાથ સિંહે કાશ્મીરના આર્મી ઑફિસર ઉમર ફૈયાઝની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સાથે જે કંઇપણ થયું તેનાથી કાશ્મીરીઓ સહિત તમામ ભારતીયોને અતિશય દુઃખ પહોંચ્યું છે. ફૈયાઝ ઘાટીના યુવાનો માટે રોલ મોડલ હતા.કોન્કલેવમાં તેઓ કાશ્મીરમાં પ્રવર્તતી અશાંતિ વિશે પણ બોલ્યા અને કહ્યું કે અત્યાર સુધી જે પણ રિપોર્ટ આપવામાં આવ્યા છે તેમાં વાસ્તવિકતાને અતિશયોક્તિની હદ સુધી દર્શાવવામાં આવી છે.હકીકતમાં પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી. એક કે બે જગ્યાએ અશાંતિ હોવાના કારણે એવું માની લેવામાં આવ્યું કે આખા કાશ્મીરમાં અશાંતિ છે.તેમણે કહ્યું કે કાશ્મીરના લોકો અન્ય કોઇપણ ભારતીય જેટલાં જ દેશભક્ત છે. કાશ્મીર હંમેશાં ભારતનો એક અભિન્ન હિસ્સો રહેશે અને કોઇપણ તે હકીકતને નહીં બદલી શકે.

Related posts

जम्मु-कश्मीर में बातचीत शुरु करेगी सरकार : राजनाथ

aapnugujarat

जाकिर नाइक के खिलाफ आखिर चार्जशीट दायर हुई

aapnugujarat

સબરીમાલામાં ચાર ટ્રાન્સજેન્ડર્સે ભગવાન અયપ્પાના દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

URL