Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૧૩૭ વર્ષમાં એપ્રિલ ૨૦૧૭ બીજો સૌથી ગરમ મહિનો : નાસા

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા મુજબ આખા વિશ્વના ગરમીના આંકડાના વિશ્લેષણ પરથી ખબર પડી છે કે પાછલા ૧૩૭ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હોય તેવી બીજી ઘટના એપ્રિલ ૨૦૧૭માં બની હતી. ૧૩૭ વર્ષમાં સૌથી વધુ તાપમાન વર્ષ ૨૦૧૬ના એપ્રિલ મહિનામાં નોંધાયું હતું.
નાસાએ આપેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં એપ્રિલ મહિનાનું તાપમાન સામાન્ય કરતાં ૧.૦૬ ડિગ્રી સેલ્સિઅંશ ઊંચું હતું. જ્યારે વર્ષ ૨૦૧૭ના એપ્રિલનું તાપમાન સામાન્ય કરતાં ૦.૮૮ ડિગ્રી ઊંચું નોંધાયું છે. વર્ષ ૨૦૧૦માં એપ્રિલ મહિનામાં જે સરેરાશ તાપમાન નોંધાયું હતું તે ૨૦૧૭ના એપ્રિલ કરતાં ૦.૧ ડિગ્રી જ ઓછું હતું.
એપ્રિલ ૨૦૧૦માં એપ્રિલનું સરેરાશ તાપમાન સામાન્યથી ૮.૮૭ ડિગ્રી ઊંચું હતું.નાસાની ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સ્ટડીઝ દ્વારા એન્ટાર્કટિકા રિસર્ચ સ્ટેશન, મધ દરિયે મૂકવામાં આવેલા યંત્રો અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા કુલ ૬૩૦૦ હવામાન વિભાગના સ્ટેશનો પરથી પ્રાપ્ત આંકડાનું પૃથ્થકરણ કરવામાં આવે છે.
દર મહિને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હવામાનના આંકડાની વિશેષતા જાહેર કરવામાં આવે છે.આધુનિક વિજ્ઞાન દ્વારા વર્ષ ૧૮૮૦થી સમગ્ર વિશ્વમાં થતા તાપમાનના ફેરફારો નોંધવામાં આવે છે. નાસા પાસે આ આંકડાનો વિશાળ ડિજિટલ ડેટાબેઝ તૈયાર છે.

Related posts

नेपाल में भारी बारिश के बाद बाढ़ से ३६ की मौत

aapnugujarat

નાસાના ન્યૂ હોરાઈઝન્સે ખોલ્યું અંતરિક્ષનું રહસ્ય

aapnugujarat

૧૪ ઓગસ્ટ પૂર્વે ઈમરાનના પીએમ તરીકે શપથ

aapnugujarat

Leave a Comment

URL