Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ કરાયું

કર્ણાટકમાં લાંબી ખેંચતાણ બાદ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. જેમાં ૨૪ એમએલએ અને એક એમએલસીને પ્રધાનપદ માટે શપથ લીધી હતી. જેથી હવે મુખ્યમંત્રી, નાયબ મુખઅયમંત્રી સહિત કુલ ૨૭ સભ્યોનું કેબિનેટ થઇ ચુક્યું છે. કર્ણાટકમાં હવે માત્ર સાત સીટ જ જ ખાલ રહી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિભાગોના વિભાજનને લઇને ચાલી રહેલી ખેંચતાણ બાદ આજે કર્ણાટકમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જો કે શપથગ્રહણ કાર્યક્રમના પૂર્વે કોંગ્રેસના ધારાસ્‌યો અને સમર્થકોએ કેબિનેટની યાદીને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ શપથગ્રહણ સમારોહ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. શપથવિધિ શરૂ થતાં જ સૌપ્રથમ જેડીએસ તરફથી મુખ્યમંત્રી કુમારસ્વામીના ભાઈ એચડી રેવન્ના અને કોંગ્રેસ તરફથી ડીકે શિવકુમારે શપથ લીધા હતા. ત્યારબાદ કેજે જ્યોર્જે મંત્રીપદ માટે શપથ લીધા હતા. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ચૂંટણીમાં હરાવનાર જેડીએસના ધારાસભ્ય જીટી દેવગૌડાએ પણ મંત્રી પદ માટેના શપથ લીધા હતા. કેબિનેટના વિસ્તરણમાં બસપાના એક ધારાસભ્યને પણ સ્થાન મળ્યું છે. કોંગ્રેસના કુલ ૧૫ અને જેડીએસ (બસપા ધારાસભ્ય) સાથે નવ ધારાસભ્યોએ મંત્રીપદ માટેના શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કેબિનેટને લઇને જે સમહતી બની છે તે મારફતે કોંગ્રેસના ખાતામાં ૨૨ અને જેડીએસ તરફી મુખ્યમંત્રી સહિત ૧૨ મંત્રીઓને સ્થાન મળ્યું છે. જો કે, પ્રથમ ચરણના કેબિનેટ વિસ્તરણ બાદ સાત જગ્યા ખાલી રહી છે. શપથગ્રહણ સમારોહ પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્યો અને સમર્થકોએ કેબિનેટની યાદીને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રદર્શન કર્યું હતું.

Related posts

‘અગ્નિપથ સ્કીમ મનમાની નથી : SC

aapnugujarat

रोहिंग्या शरणार्थियों का पाक आतंकियों से संपर्क : सुप्रीम कोर्ट में केन्द्र का हलफनामा

aapnugujarat

कांग्रेस के दिग्गज नेताओं ने माना कि मोदी की अनायास आलोचना करना सही नहीं…!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1