જો કદાચ પોર્ન જોનાર એમ માનતા હોય કે, પોર્ન જોવાથી કોઇ નુકશાન નથી થતું તો જરા તમારે ચેતવા જેવું છે. કારણ કે પોર્ન પુરુષો માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે, એવી ચોંકાવનારી બાબત સામે આવી છે.
વૈજ્ઞાનિકોના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આનાથી સેક્સ દરમિયાન પુરુષોના પરફોર્મન્સમાં ઘટાડો થાય છે.મીડિયા રિપોટ્ર્સ અનુસાર, વિશેષજ્ઞો અનુસાર, વધારે પોર્ન જોનાર પુરુષોનો સેક્સ પાવર ઓછો થઇ જાય છે કારણ કે, તેઓ પોર્ન જોવામાં જ વધારે આનંદ અનુભવવા લાગે છે. જો કે, વિશેષજ્ઞોએ પુરષોની સાથે સાથે મહિલાઓ પર પણ રિસર્ચ કર્યું. જેમાં એ તારણ નિકાળ્યું કે, જે લોકો પોર્નના વ્યસની થઇ જાય છે, તેમને રિયલ સેક્સમાં ઓછી મજા આવે છે. સંશોધકોએ ૨૦થી ૪૦ વર્ષની વયના પુરુષ અને મહિલાઓ પર આ રિસર્ચ કર્યું હતું. જેમાં એ તારણ બહાર આવ્યું કે, જે લોકો પોર્નના વ્યસની થઇ જાય છે, તેમને રિયલ સેક્સમાં ઓછી મજા આવે છે.ન્યૂયોર્ક યુનિવસિર્ટીમાં ન્યૂરોલજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર, ડૉ. જોસેફે કહ્યું કે, પોર્ન કે સેક્સના વીડિયો જોવાથી પુરુષો અને મહિલાઓમાં ઉત્તેજના આવે છે. પરંતુ, પોર્ન જોયા બાદ તેઓ હસ્તમૈથુન કરવાની જરૂર અનુભવવા લાગે છે. પોર્ન જોયા બાદ હસ્તમૈથુન બનાવવાની લત પુરુષોને નપંસુક બનાવવા તરફ ધકેલી દે છે. ત્યાર પછી સામાન્ય પુરુષ એ સ્થિતિમાં પહોંચી જાય છે, જેમાં ૪૦-૭૦ વર્ષના પુરુષ પહોંચી ચૂકેલા હોય છે.