Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભીષણ ગરમી વચ્ચે રાજસ્થાનમાં ભારતીય સેનાના જવાનોની ‘થાર શક્તિ’

ભીષણ ગરમી હોય કે હાડ કંપાવતી ઠંડી ભારતીય સેનાના જવાનો હંમેશા સાબિત કરતા આવ્યા છે કે તેઓ દુશ્મનોના છક્કા છોડાવવાની તમામ કસોટીઓ પર ખરા ઉતરવા માટે સજ્જ છે.
ભારતીય સેનાની ચેતક કોરે મંગળવારે રાજસ્થાનના રણમાં ધોમધખતા તાપમાં થાર શક્તિ નામથી લશ્કરી કવાયત હાથ ધરાઈ હતી. આ યુદ્ધાભ્યાસમાં લગભગ વીસ હજાર સૈનિકો, બખ્તરબંધ ગાડીઓ, ટેન્ક અને તોપ સહીતના શસ્ત્રસરંજામ સાથે કવાયત કરવામાં આવી હતી. તેમાં અત્યાધુનિક સર્વિલાન્સ સેન્સરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લેફ્ટિનેન્ટ જનરલ અશ્વિની કુમાર સહીતના અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આખરી તબક્કામાં આ યુદ્ધાભ્યાસનું નિરીક્ષણ પણ કર્યું હતું. લેફ્ટિનેન્ટ જનરલ અશ્વિની કુમારે આ યુદ્ધાભ્યાસની સફળતા પર પોતાની સંતુષ્ટિ પણ વ્યક્ત કરી અને સૈનિકો દ્વારા ભીષણ ગરમીમાં પણ રણમાં કરવામાં આવેલી લશ્કરી કવાયતને સફળ બનાવવા બદલ તમામ જવાનોની પ્રશંસા પણ કરી હતી. આ યુદ્ધાભ્યાસમાં સેનાએ પોતાના માટે નક્કી કરવામાં આવેલા તમામ યુદ્ધલક્ષી માપદંડો અને કઠિન ઓપરેશનલ પડકારોને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.

Related posts

તણાવભરી સ્થિતિમાં ભારતે દાખવી ઉદારતા, ૧૧ પાક. કેદીઓને કર્યા આઝાદ

aapnugujarat

देविंदर सिंह मामला : NIA ने शोपियां में की छापेमारी

aapnugujarat

શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય?ઃ સુપ્રિમનો રાજ્યોને સવાલ

editor

Leave a Comment

URL