Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરઃ હિંસા વચ્ચે અમરનાથના દર્શન માટે ૨.૨૦ લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી હિંસાની વચ્ચે ૨૯ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રાને લઈને ઈન્ટેલિજન્સ ઈનપુટ છે કે સરહદ પારથી આતંકવાદીઓને સંદેશા મળી રહ્યા છે કે તેઓ આમાં અડચણો પેદા કરે.
આમ છતાં અમરનાથ યાત્રાની આગોતરી નોંધણી કરાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો નથી.પહેલી માર્ચથી શરૂ થયેલી નોંધણીની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ વીસ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. અમરનાથ યાત્રા સાતમી ઓગસ્ટ સુધી ચાલવાની છે.
ગત વર્ષે આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ વણસેલી પરિસ્થિતિ વચ્ચે બે લાખ વીસ હજાર શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આ વખતે તો આટલા લોકોએ તો આગોતરી નોંધણી કરાવી લીધી છે.
દેશભરમાં ત્રણ બેંકોની ૪૩૩ શાખાઓમાં નોંધણીનું કામ ચાલી રહ્યું છે. પંજાબ નેશનલ બેંકની ૩૦૬, જેકે બેંકની ૮૭ અને યસ બેંકની ૪૦ શાખાઓમાં નોંધણીનું કામકાજ થઈ રહ્યું છે. અમરનાથ યાત્રાને હજી દોઢ માસનો સમય બાકી છે. પરંતુ રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકારની કોશિશ પરિસ્થિતિને પહેલાની જેમ સામાન્ય કરવાની છે. જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આવીને સુરક્ષીત દર્શન કરી શકે. તેની સાથે સુરક્ષાદળોની કોશિશ એવી સુરક્ષા વ્યવસ્થા કરવાની છે કે જેથી કોઈપણ આતંકવાદી આમા અડચણ પેદા કરી શકે નહીં.

Related posts

અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા સતત ચોથા દિને પણ ગોળીબાર

aapnugujarat

જમશેદપુરની હોસ્પિટલમાં ૩૦ દિવસમાં ૫૨ નવજાતનાં મોત

aapnugujarat

HM Amit Shah to hold meeting with all ATS Chiefs including NSA Ajit Doval on Oct 14-15

aapnugujarat

Leave a Comment

URL