છેલ્લા થોડા સમયથી સંજય દત્ત પોતાના ડ્રગ એડિક્શની ચર્ચા કરતા જણાવે છે કે તેના જીવનનો સૌથી ખરાબ સમય હતો, જેમાં સંજયે પોતાની માતા નરગિસ દત્તને કેન્સરને કારણે ગુમાવી હતી. ડ્રગ જેવા દુષણ સામે લડવા માટે સરકાર સાથે મળીને સંજય દત્તે સમગ્ર દેશમાં ડિ-એડિક્શન સેન્ટર ખોલવા જઈ રહ્યો છે.
એક ઇન્ટરવ્યુમાં સંજયે કહ્યુ કે, ‘ડ્રગ ડિ-એડિક્શન સેન્ટર ખોલવા માટે અમે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. હજુ તેની પરવાનગી નથી મળી, જ્યારે મળશે ત્યારે તમામ બાબતો ફાઈનલ કરવામાં આવશે. આપણે સારી સુવિધા અને માર્ગદર્શન આપવાની જરૂર છે.’
સંજય આગળ કહ્યુ કે, હું ઇચ્છુ તો અમેરિકામાં જઇને મોંઘી સારવાર અને પુનર્વાસ સેન્ટર પણ ખોલી શકુ છુ અને મારી ફેમિલી તેનો ખર્ચો પણ ઉઠાવી શકે છે, સસ્તી અને સારી સુવિધા અહીંયા મળે.’
જેલથી પરત ફર્યા બાદ ’ભૂમિ’ સંજય દત્તની પહેલી ફિલ્મ છે જેમાં તે જોવા મળશે. ૩ વર્ષ પછી કેમેરાનો ફેસ કર્યા અંગે સંજયે કહ્યુ કે, શરૂઆતનાં પહેલા સીન વખતે હુ નર્વસ હતો પરંતુ આ એક જ વખત થયુ હતુ, તે પછી હુ કમ્ફર્ટેબલ ફિલ કરવા લાગ્યો હતો. મેં આ ફિલ્મ એટલે સાઇન કરી કેમકે હું લોકોને એન્ટરટેઇન કરવા ઇચ્છુ છુ. આ ફિલ્મ સોશ્યલ મેસેજ આપવાની સાથે સાથે મારા માટે એક ઇમોશનલ એક્સપીરિયન્સ પણ હતો. સંજયે ગેરકાયેદસર છદ્ભ-૫૬ રાખવાના ગુનામાં ૫ વર્ષની સજા થઇ હતી અને ૧૯૯૩ના મુંબઇ બૉમ્બ બ્લાસ્ટમાં તેનું નામ જોડાયુ હતુ.