Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બે દિવસની બેંક હડતાળ શરૂ

દેશભરમાં બેંક કર્મચારીઓની બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ આજે શરૂ થઇ હતી. હડતાળના કારણે આજે પ્રથમ દિવસે બેંક સેવા ખોરવાઈ ગઈ હતી. હડતાળના કારણે કેટલાક લોકોના પગાર અટવાઈ પડે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. પગારમાં વિલંબ અને અન્ય બેંકિંગ લેવડદેવડ ઉપર માઠી અસર થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
બેંક કર્મચારીઓની હડતાળ આવતીકાલે પણ જારી રહેશે. હડતાળને ઉકેલવાના પ્રયાસો સફળ રહ્યા નથી. જ્યારે પગારનો દિવસ બિલકુલ નજીક આવ્યો છે ત્યારે જ આ હડતાળ પડી છે. બેંક અધિકારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા છે.
જાહેર ક્ષેત્રની બેંકના ૧૦ લાખ લોકો હડતાળ ઉપર ઉતર્યા છે. જો કે, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવી ખાનગી બેંકોમાં ઓપરેશન સામાન્ય રહ્યું હતું. ૨૧ જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરી આજે ખોરવાઈ ગઈ હતી. દેશમાં કુલ બિઝનેસ પૈકી ૭૫ ટકા બિઝનેસ જાહેર ક્ષેત્રની બેંકો હેઠળ ચાલે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા માત્ર બે ટકાના પગાર વધારા સામે આ હડતાળની હાકલ કરવામાં આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ૯ યુનિયનોની છત્ર સંસ્થા તરીકે છે. આજે હડતાળના કારણે મોટી સંખ્યામાં બેંકિંગ કામો અટવાઈ પડ્યા હતા. ૧૦ લાખથી વધારે બેંક કર્મચારીઓની હડતાળના કારણે બેંકિગ સેવા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ હતી. હડતાળના કારણે ખાતાધારકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના બેનર હેઠળ પડી છે. હડતાળ સવારે છ વાગે શરૂ થઇ હતી. આ બેંકોમાં જે લોકોના ખાતા છે તે લોકોને જરૂરી સેવા લેવાની તક મળી ન હતી. આવતીકાલે એટીએમની સેવા પણ ખોરવાઇ જાય તેવી શક્યતા છે. નેટબેકિંગ, આરટીજીએસ, એનઈએફટી જેવી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, યુનિયન બેંક, યુકો બેંક સહિત જાહેર અને ખાનગી સેક્ટરની બેંકો પણ જોડાઈ હતી. એટીએમના સિક્યુરિટી ગાર્ડ પણ હડતાળ ઉપર ઉતર્યા હતા. ઇન્ડિયન બેંક એસોસિએશને પગાર વધારાની માંગને ફગાવી દીધી હતી. આની પાછળ ખરાબ આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ વર્ષે સરકારી બેંકોને બેડલોનના કારણે ભારે નુકસાન થયું છે. છેલ્લા ત્રણ વર્ષોમાં બેંક કર્મચારીઓ મુદ્રા, જનધન, નોટબંધી, અટલ પેન્શન યોજના દરમિયાન ખુબ કામ કર્યું છે. આના કારણે વર્કલોડ વધી ગયો છે. એડિશનલ લેબર કમીશનર રાજન વર્માએ બેક યુનિયન સાથે વાત કરી હતી. હડતાળ ન પડે તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે યુનિયનોના પ્રતિનિધીઓ તૈયાર થયા ન હતા.
ચીફ લેબર કમીશનરે હડતાળ સંબંધિત મુદ્દાને ઉકેલવાના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. જો કે બેન્કરોએ કહ્યુ હતુ કે તેઓ સુચિત પગાર વધારાના મામલે ફેરવિચારણા કરવા માટે તૈયાર છે. આઇબીએના અધિકારીઓ કહે છે કે પગારના મામલે કેટલાક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે. જંગી એનપીએના મામલે પણ વાતચીત થઇ છે. અધિકારીઓનુ કહેવુ છે કે પગારમાં માત્ર બે ટકા વધારાની ઓફર કરવામાં આવી હતી. બેંક યુનિયનોની દલીલ છે કે પગારમાં વધારો બેંકોના બેડ લોન સાથે સંબંધિત હોવો જોઇએ નહી.વર્ષ ૨૦૧૨માં છેલ્લી વખત પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.એ વખતે બેક કર્મચારીઓને ૧૫ ટકાનો પગાર વધારો હતો. ૧૪ બેંકોએ પગારના મામલામાં સ્કેલ સાત સુધી ઓફિસરોને કવરકરવા માટે કહ્યું છે. બેંકિંગ હડતાળને લઇને પહેલાથી જ કર્મચારીઓને કહેવામાં આવી ચુક્યું છે.
આઈબીએના ઓફિસરોનું કહેવું છે કે, મંત્રણાના કેટલાક રાઉન્ડ થઇ ચુક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી બેંકો તેમના બુકને ક્લિન કરવા લાગેલી છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દર કલાકમાં જાહેર ક્ષેત્રની બેંકોને નવ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. નાના શહેરોના સપનાઓ તુટી રહ્યા છે. જાહેરક્ષેત્રની બેંકોનું નુકસાન ૭૯૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયું છે જ્યારે બેડલોનનો આંકડો નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૬ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. દેશના બેંકિંગ ઇતિહાસમાં આ હજુ સુધીનો સૌથી મોટો આંકડો છે. પીએસયુ બેંકોએ ૨૦૧૭-૧૮માં દરરોજ ૨૧૭ કરોડ ગુમાવ્યા છે. નાણાંકીય આંકડાની વાત કરવામાં આવે તો સંપત્તિનો કુલ આંકડો ઇન્ડિયન બેંકનો ટકામાં ૭.૪નો છે. બેંકિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ નુકસાન હાલમાં થઇ રહ્યું છે. નેટપ્રોફિટ-નુકસાન અને એમપીએનો આંકડો ચિંતા ઉપજાવે તે પ્રકારનો રહ્યો છે. નાના શહેરોમાં આના લીધે વધારે નુકસાન થયું છે.

Related posts

કુલભૂષણ જાધવની ફાંસીની સજાને આંતરરાષ્ટ્રીય અદાલતે સસ્પેન્ડ કરી

aapnugujarat

બડગામમાં હેલિકોપ્ટર તુટી પડતા પના મોત થયા

aapnugujarat

યમુના હાઈવે ગેંગરેપ કેસમાં ચાર નરાધમોની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1