ઈન્ડિયન પ્રીમીયર લીગ એટલેકે આઈપીએલની ૧૦મી સિઝનમાં ફિક્સિંગના આરોપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના અંડર-૧૯ના ખેલાડી નયન શાહની પૂછપરછમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં સટ્ટાકિંગ તરીકે મુખ્યત્વે બંટી ખંડેલવાલનું નામ સામે આવ્યું છે. બંટી ખંડેલવાલને માસ્ટર માઈન્ડ ગણાવવામાં આવ્યો છે. નયન શાહનો હેન્ડલર બંટી ખંડેલવાલ કાનપુરની ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં થનારી મેચ દરમ્યાન પીચ પર એસિડ નખાવવા ઈચ્છતો હતો. આ વાત એક ઓડિયો ક્લિપમાં સામે આવી છે.હેન્ડલર બંટી ખંડેલવાલ ખેલાડી નયન સાથે કાનપુરની ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ દરમ્યાન પીચ પર એસિડ નખાવવા ઈચ્છતો હતો. કાનપુર પોલીસની હાજર ઓડિયોમાં આ વાતનો ખુલાસો થયો છે.
ઉપરાંત મેચ ફિક્સિંગ માટે આઈપીએલના બે ખેલાડીઓ તૈયાર થયા હતા તેવી વાતનો સ્વીકાર તેણે કર્યો હતો. મહત્વનું છે કે, આ કેસમાં યુપી એટીએસ તપાસ ચલાવી રહી છે. આ સંદર્ભે યુપી એટીએસે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણાં સ્થળો પર દરોડા પાડ્યા. ઉપરાંત વધુ તપાસ માટે યુપી પોલીસે આઠ ટીમ બનાવી ગુજરાત, સુરત, મહારાષ્ટ્ર અને મુંબઈના શહેરોમાં દરોડા પાડ્યા હતા.
આગામી દિવસોમાં અન્ય ખેલાડીઓની પૂછપરછ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. નયન શાહે કબૂલ કર્યુ છે કે, તેના સટ્ટાબાજો સાથે સંબંધો રહેલા છે અને તે મેચના પરિણામોને અસર થાય તે માટે પિચમાં સુધારા-વધારા કરાવતો હતો. નયનના આદેશ પર રમેશ પીચ પર પાણી નાખતો હોવાનો અગાઉ ખુલાસો થઈ ચૂક્યો છે.
આગળની પોસ્ટ