Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

કેન્દ્રનું ઓપરેશન ક્લિન મની વેબસાઈટથી કાળા નાણાં પર મેળવશે અંકુશ

કાળા નાણાં અને ટેક્સચોરી વિરુદ્ધ કેન્દ્ર સરકાર વધુ એક પગલું લીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરા વિભાગની રેડ અંગેના રિપોર્ટ એક વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ડિફોલ્ટર્સને હાઈ રિસ્કથી લો રિસ્કમાં વિભાજીત કરીને તેની યાદી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરશે.સરકારની આ વેબસાઈટનું નામ છે ઓપરેશન ક્લિન મની. નાણાં મંત્રી અરુણ જેટલીએ આ વેબસાઈટ મંગળવારે લોન્ચ કરી હતી. જેટલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હવે ટેક્સ ચોરી કરનારા સુરક્ષીત નહીં રહે. કેટલાક લોકો માટે હિસાબ-કિતાબ કરવાનો સમય આવી ગયો છે. સરકાર વફાદાર કરદાતાઓને રાહત દેવા માંગે છે અને આ પગલું તે દિશામાં લેવામાં આવ્યું છે. જેટલીએ કાળા નાણાં સાથે ડીલ કરતા લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે વધુ પડતી રોકડમાં વ્યવહાર કરનારા તેમજ કર ચોરી કરનારાની ખેર નથી.
પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કે. ચિદમ્બરમના નિવાસ પર મંગળવારે પડેલા સીબીઆઈના દરોડા અંગે પ્રશ્નો પૂછવામાં આવતા જેટલીએ કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી કોઈ નક્કર પુરાવા વગર કરવામાં આવતી નથી. સીબીઆઈએ કેટલાક પુરાવાને આધારે જ રેડ પાડી હોવી જોઈએ.
વેબસાઈટ લોન્ચ પ્રસંગે સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રા પણ ઉપસ્થિત હતા. ચંદ્રાએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છિએ છીએ કે લોકો ટેક્સ ચોરીની ટેવ છોડે અને ટેક્સ ભરવાની ટેવ કેળવે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતી રેડના રિપોર્ટ વેબસાઈટ પર મૂકાશે. આ ઉપરાંત ટેક્સ ડીફોલ્ટર્સને શોધવા માટેની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આ વેબસાઈટ પર પુરી પાડવામાં આવશે.ડિફોલ્ટર્સને વિવિધ કેટેગરીમાં રાખીને તેમની સામે પગલાં લેવાશે. સૂત્રોના મતે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા લોકો તેમજ જૂથે સઘન સર્ચ, જપ્તી અને કડક તપાસ જેવી આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. મીડિયમ રિસ્ક કેટેગરીને એસએમએસ અથવા ઈમેલ દ્વારા સુચના મોકલવામાં આવશે અને તેમને સુધરવાની તક મળશે. જ્યારે લો અથવા વેરી લો રિસ્ક કેટેગરીના ડિફોલ્ટર્સ પર તંત્ર નજર રાખશે. સ્કેનિંગ હેઠળ આવનાર વ્યક્તિઓ તેમજ સમૂહની ઓળખ સાર્વજનિક નહીં કરવામાં આવે.

Related posts

भारत लाया जाएगा नीरव मोदी, लंदन की कोर्ट ने प्रत्यर्पण को दी मंजूरी

editor

पूरी दुनिया सिंगल यूज प्लास्टिक को गुड बाय करे : प्रधानमंत्री

aapnugujarat

મેક ઇન ઇન્ડિયાને ફટકો : બુલેટ ટ્રેનનાં બધાં ચાવીરૂપ કોન્ટ્રાક્ટ જાપાનને જ મળ્યાં

aapnugujarat

Leave a Comment

URL