Aapnu Gujarat
શિક્ષણ

હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિ. કુલપતિ તરીકે વરણી

રાજય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે આખરે ડો.હિમાંશુ પંડયાની નિમણૂંક કરી દેવાઇ છે. સરકારે આજે આ અંગેની સત્તાવાર અને વિધિવત્‌ જાહેરાત કરી હતી. જો કે, ડો.હિમાંશુ પંડયાનું નામ કુલપતિ તરીકે ફિક્સ જ હતું, માત્ર ઔપચારિકતા જ બાકી હતી અને આજે આખરે ઘીના ઠામમાં ઘી ઢળી ગયુ ને, ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળતાં ડો.હિમાંશુ પંડયાને કુલપતિ તરીકેનો સત્તાવાર કાર્યભાર સોંપી દેવાયો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એમ.એન.પટેલનો કાર્યકાળ તા.૨૨-૨-૨૦૧૭ના રોજ પૂર્ણ થઇ ગયો હતો. રાજયપાલ દ્વારા યુજીસી એકટ હેઠળ ત્રણ સભ્યોની પેનલ બનાવવાની હોય છે અને તેની ભલામણના આધારે વાઇસ ચાન્સેલરની નિમણૂંક કરવાની હોય છે પરંતુ હજુ સુધી ગુજરાત યુનિવર્સિટીના આટલા મહત્વના પદ પર કોઇ નિમણૂંક કરાઇ ન હતી અને ડો.હિમાંશુ પંડયા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે નિયુકત કરાયા હતા. યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂંક તાત્કાલિક અસરથી કરવા દાદ માંગતી જાહેરહિતની રિટ પણ થોડા સમય પહેલાં જ ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ડો.હિમાંશુ પંડયા ભાજપના પ્રવકતા ભરત પંડયાના સગાભાઇ થાય છે અને રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે. તા.૧૦-૧-૨૦૧૭થી રાજય સરકારના સત્તાવાળાઓ સમક્ષ આ સમગ્ર મામલે રજૂઆત કરવા છતાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગ્યા ભરવા કે તેની સત્તાવાર નિમણૂંક સંબંધી કોઇ કાર્યવાહી સરકાર દ્વારા હાથ નહી ધરાતાં અરજદારને આખરે ગુજરાત હાઇકોર્ટમાં આ જાહેરહિતની રિટ અરજી કરવાની ફરજ પડી હોવા બાબતે રજૂઆત થઇ હતી. આ કેસની સુનાવણી જૂન માસમાં છે તે પહેલાં આજે રાજય સરકારે કાનૂની વિવાદથી બચવાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.હિમાંશુ પંડયાની સત્તાવાર નિમણૂંક કરી દીધી હતી અને તેની જાહેરાત કરી હતી. શિક્ષણ જગતના સૂત્રોનું માનીએ તો, ડો.હિમાંશુ પંડયા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હોઇ અને ભાજપના માનીતા હોઇ તેમની નિમણૂંક પહેલેથી જ નક્કી હતી. સર્ચ કમીટીની બેઠક અને સરકારમાં નામો મોકલવાની સમગ્ર પ્રક્રિયા માત્ર ઔપચારિકતા જ હતી. વળી, છેલ્લા પંદર દિવસથી પણ જે પ્રમાણે યુનિવર્સિટીના નિર્ણયો થતા હતા તે જોતાં પણ ઇન્ચાર્જ કુલપતિ ડો.હિમાંશુ પંડયાને વિધિવત્‌ કુલપતિ ઘોષિત કરાય તે વાતના સંકેત મળતા હતા.

Related posts

રાજ્ય સરકારે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડ જાહેર કર્યું

editor

શિથોલની શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી કરાઈ

aapnugujarat

વર્ક ઓર્ડર રકમ નહી ચૂકવાતાં દક્ષિણ ગુજરાત યુનિ સામે રિટ

aapnugujarat

Leave a Comment

URL