Aapnu Gujarat
શિક્ષણ

શાહીબાગની જ્ઞાનોદય, વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલે આરટીઆઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ન આપ્યો

રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) એકટ હેઠળ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી પૂર્ણ થયા બાદ વાસ્તવિક પ્રવેશના તબક્કે વાલીઓને હવે નવી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરની વધુ બે શાળાઓ શાહીબાગ ખાતેની જ્ઞાનોદય અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલ સત્તાવાળાઓએ તેમની સ્કૂલમાં ફાળવાયેલા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ના અપાયો તેમના વાલીઓએ આ સમગ્ર મામલે ડીઇઓ ઓથોરીટીને ફરિયાદ કરતાં સત્તાવાળાઓએ શાળા સંચાલકો વિરૂધ્ધ જરૂરી તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા.૧૫ મેથી તા.૨૫ મે દરમ્યાન શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આદેશ અપાયા હતા. જો કે, વાલીઓ જયારે સ્કૂલમાં પ્રવેશ માટે ગયા શહેરની કેટલીક સ્કૂલોમાં તેઓને કડવો અનુભવ થયો હતો. ગઇકાલે જ મણિનગરની પ્રગતિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો ઇનકાર કરાયાની ઘટનામાં હજુ ડીઇઓ સત્તાવાળા કોઇ કાર્યવાહી કરવાનું વિચારે તે પહેલાં આજે શહેરની શાહીબાગ વિસ્તારની જ્ઞાનોદય અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલમાં વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. જેને પગલે વાલીઓની હાલત ફફોડી બની હતી. વાલીઓએ પ્રવેશ ફાળવણીનું કાગળ રજૂ કરવા છતાં શાળા સત્તાવાળાઓએ પોતાનો નિર્ણય બદલ્યો ન હતો. છેવટે વાલીઓએ કંટાળીને આ સમગ્ર મામલે ડીઇઓ ઓથોરીટીને ઉપરોકત બંને સ્કૂલો સામે લેખિતમાં ફરિયાદ આપી તેમના બાળકોને પ્રવેશ નહી ફાળવાયો હોવાની રજૂઆત કરી હતી. આરટીઇ એકટની જોગવાઇ મુજબ, દરેક શાળાએ ૨૫ ટકા બેઠકો ગરીબ અને જરૂરિયાતમંદ બાળક માટે અનામત રાખવાની હોય છે અને તેમાં આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે. ઉપરોકત બંને સ્કૂલો દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશનો ઇનકાર કરાતાં હવે ડીઇઓ ઓથોરીટી તરફથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવી પડશે. જો કે, બંને કસૂરવાર સ્કૂલો વિરૂધ્ધ આકરી શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ એવી માંગણી પણ વાલીઓમાં ઉઠવા પામી હતી.

Related posts

अब सीए में सीपीटी की जगह फाउंडेशन एक्जाम

aapnugujarat

જીટીયુ દ્વારા ૧૯૦ કોલેજને નોટિસ અપાતા ખળભળાટ

aapnugujarat

અંડરગ્રેજયુએટ મેડિકલમાં પ્રવેશ : રાજય બહારના વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવા માટેના નિર્દેશ

aapnugujarat

Leave a Comment

URL