દુનિયાના ૧૫૦થી વધુ દેશોના ત્રણ લાખથી પણ વધારે કોમ્પ્યુટરને અસર કરનાર રેન્સમવેર વાનાક્રાઈની પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોઈ શકે છે.સાયબર સુરક્ષા સાથે જોડાયેલા નિષ્ણાતોને આની સાથે જોડાયેલી ટેકનોલોજી અને પુરાવા હાથ લાગ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, વર્તમાન પુરાવાના આધાર પર આ સાયબર હુમલાના સંબંધ ઉત્તર કોરિયા સાથે હોઈ શકે છે. સિમેટેક અનેકેમ્સપરસ્કાઈ લેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાનાક્રાઈ સોફ્ટવેરના એક પૂર્વ વર્ઝનમાં જે કોડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કેટલાક કોડને લેજરર્સ ગ્રુપે પોતાના ખાસ પ્રોગ્રામમાં ઉપયોગ કર્યા હતા. દુનિયાભરના કેટલાક સાયબર નિષ્ણાતો મનીરહ્યા છે કે, લેજરસ હકીકતમાં ઉત્તર કોરિયાના હેકિંગ ઓપરેશનના ભાગરુપે છે. કેસ્પરસ્કાયના એક અધિકારીએ કહ્યં છે કે વાનાક્રાઈ ક્યાંથી આવ્યો છે, કોણે બનાવ્યો છે તેની સાથે જોડાયેલો આ મહત્વપૂર્ણ પુરાવો છે. અલબત્ત બંને કંપનીઓનું કહેવું છે કે, આ તાજા સાયબર હુમલાની પાછળ ઉત્તર કોરિયાનો જ હાથ છે તે બાબત ઉપર પહોંચવું હાલ વહેલી તકે રહેશે. ગુગલના સિક્યુરિટી રિસર્ચર નિલ મહેતાએ પણ આની સાથે જોડાયેલા કેટલાક પુરાવા ટિ્વટર પર મુકી દીધા છે. શુક્રવારના દિવસે શરૂ થયેલા સાયબર હુમલા સોમવારના દિવસે અપેક્ષાકૃત નબળા રહ્યા હતા. વાનાક્રાઈ ક્યાંથી આવ્યો છે તેને લઇને દુનિયાભરના સંશોધકો લાગેલા છે. આ રિસર્ચ ઉપર સુરક્ષા સંસ્થાઓની પણ નજર છે. વોશિંગ્ટનમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોમલેન્ડ સુરક્ષા સલાહકારે માહિતી આપતા કહ્યું છે કે, આ વાનાક્રાઈ એટેકની પાછળ વિદેશી તાકાતોથી લઇને સાયબર અપરાધીઓના હાથ હોઈ શકે છે. વાનાક્રાઈની કોડિંગને વાંચવા માટે હજુ વધારે સમય જોઇશે. હેકર્સ સામાન્યરીતે જુના ઓપરેશનમાં ઉપયોગ કરવામાં આવેલા કોડિંગને ફરી ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં કોડિંગની સુરક્ષા નિષ્ણાતો માટે પુરાવાના કામ કરે છે. આ હુમલાની પાછળ કોનો હાથ છે તે અંગે હાલમાં વાત કરવી સરળ રહેશે નહીં પરંતુ ઉત્તર કોરિયાની ભૂમિકાને નકારી શકાય નહીં.