શેરબજારમાં છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના કામકાજથી ભારે ખુશ છે. ૪૦ ફંડ મેનેજરો અને બ્રોકરો દ્વારા નવેસરથી કરવામાં આવેલા પોલમાં આ મુજબની વાત કરી છે. અર્થવ્યવસ્થાને સંભાળી લેવાના મામલે સરકારને ૧૦ માર્ક પૈકી ૭.૫ માર્ક આપવામાં આવ્યા છે. ફંડ મેનેજરોએ કહ્યુ છે કે ભારતમાં રોકાણ કરવા માટે લોકો હવે આગળ આવી રહ્યા છે. ભારતીય બજારમાં આત્મવિશ્વાસ લોકો અને રોકાણકારોનો વધી રહ્યો છે. કેટલીક ઇન્ટરનેશનલ એજન્સી દ્વારા ભારતના રેટિંગમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જો એવુ થશે તો સરકારના હજુ સુધીના સારા કામકાજ પર મંજુરીની મહોર લાગી શકે છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા આશરે ૭૦ ટકા લોકો કહે છે કે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સરકારે એવી જ ગતિ સાથે કામ કર્યુ છે જે ગતિ સાથે કામ કરવાની તેની પાસેથી અપેક્ષા હતી. બે તૃતિયાશ લોકો કહી રહ્યા છે કે વર્ષ ૨૦૧૭માં નિફ્ટી ૧૦,૦૦૦ અને ૧૦૫૦૦ની વચ્ચે રહી શકે છે. જ્યારે ૧૦ ટકા નિષ્ણાંતો કહી રહ્યા છે કે તેમને વર્ષના અંત સુધી નિફ્ટી ૧૦૫૦૦ની સપાટીને કુદાવી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. નિફ્ટી શુક્રવારના દિવસે ૯૪૦૦ની સપાટી પર રહ્યો હતો. ફંડ મેનેજરોેએ કહ્યુ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારને ધ્યાન સ્થિર પોલીસી પર કેન્દ્રિત થઇ ગઇ છે. આમાં ખાસ પ્રકારની બનાવવામાં આવેલી નિતી પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. મોદી સરકારના ખર્ચ વધવાના કારણે માત્ર અર્થવ્યવસ્થા સ્થિર થઇ છે. તેના આઉટલુકમાં ભારે સુધારો થયો છે. મે ૨૦૧૪માં મોદીની ઐતિહાસિક જીત બાદ સેંસેક્સ ૨૬ ટકા વધી ગયો છે. આ વર્ષે હજુ સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૪૩૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં ૧.૫૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. સંસ્થાકીય રોકાણકારો પણ છેલ્લા ત્રણ વર્ષમાં બજારમાં ૧.૭૭ લાખ કરોડનું રોકાણ કરી ચુક્યા છે. આશરે ૫૫ ટકા આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે કે, ફિસ્કલ ડેફિસિટને કાબૂમાં લેવામાં સરકારના પ્રયાસો અસરકારક સાબિત થઇ રહ્યા છે. સરકારના પ્રયાસોને સર્વશ્રેષ્ઠ ગણાવનારની ટકાવારી ૫૫ ટકા છે જ્યારે સારી કામગીરી બતાવનારની ૩૩ ટકા છે. એમબીટના ગ્રુપ સીઈએ અશોક વાધવાનું કહેવું છે કે, જીએસટી સહિત ટેક્સ ધારાઓ આ સરકારની મુખ્ય સિદ્ધિ છે. કાળા નાણા પર કઠોરરીતે ટેક્સ, જીડીપી રેશિયોના સુધારાની બાબત મહત્વપૂર્ણ મે ૨૦૧૪માં મોદીની લીડરશીપમાં ભાજપની જીત બાદ શેરબજારમાં તેજી આવી છે. એમ માનવામાં આવે છે કે, નવી સરકાર ઇકોનોમિક ગ્રોથને ઝડપી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
આગળની પોસ્ટ