Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ અને કિમની મુલાકાત પૂર્વે ઉ. કોરિયાએ એટમી સાઈટ ધ્વસ્ત કરી

સિંગાપોરમાં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કીમ જોંગ ઉનની બેઠક પૂર્વે ઉ. કોરિયાએ એક મહત્વનું પગલું ભર્યું છે. ઉત્તર કોરિયાએ અગાઉ કરેલા વચનને પૂર્ણ કરતા પોતાની એટમી પરીક્ષણ સાઈટ પન્ગી-રીને ધ્વસ્ત કરી દીધી છે. થોડા દિવસો અગાઉ ઉત્તર કોરિયાએ વિદેશી મીડિયા સમક્ષ આ અંગેની સ્પષ્ટતા કરી હતી કે તે પોતાની ન્યૂક્લિયર સાઈટને નષ્ટ કરી દેશે. આગામી મહિને ઉ. કોરિયા અને યુએસના દિગજ્જ નેતાઓ વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ રહી છે. આ મુલાકાત પૂર્વે જ ઉ. કોરિયાએ દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના પવર્તીય વિસ્તારમાં આવેલી એટમી સાઈટને આજે ધ્વસ્ત કરી દીધી હતી.અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્સ ટ્રમ્પ સાથેની ઐતિહાસિક મુલાકાત પહેલા એટમી સાીટને ધ્વસ્ત કરવાની ઘટનાના સકારાત્મક ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કિમ જોંગ ઉને મુલાકાત અગાઉ સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો સંકેત આપ્યો છે. જો કે ઉ. કોરિયાના ડી-ન્યૂક્લિયરાઈઝેશનની ટ્રમ્પની માગ સામે આ કોઈ મોટું પગલું નથી. આ ઉપરાંત ઉ. કોરિયાએ આ પ્રક્રિયાની દેખરેખ માટે ઈન્ટરનેશનલ ઈન્સ્પેક્ટર્સને પણ નિમંત્રણ આપ્યું નથી, જે આનું વળતર નક્કી કરી શકત.

Related posts

ब्रेग्जिट बिल ब्रिटिश संसद में मंजूर, EU से ब्रेकअप साफ

aapnugujarat

દુનિયાભરમાં ૪૦ વર્ષમાં મોંઘવારીનો ગ્રાફ સૌથી ટોચ પર પહોંચ્યો

aapnugujarat

हांगकांग मामलों में विदेशी दखलंदाजी बर्दाश्त नहीं : चीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1