હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિના જોલી અને બ્રાડ પીટ વચ્ચે છુટાછેડા લેવાનો મામલે કોર્ટમાં છે અને તે મામલે સુનાવણી ચાલી રહી છે ત્યારે હવે જોલીએ અભિનેતા બ્રાડ પીટના નામ પર ગુગલ એલર્ટ લગાવ્યાના હેવાલ મળ્યા છે. આની પાછળનો મુખ્ય હેતુ બ્રાડ પીટ અંગે પુરતી માહિતી એકત્રિત કરવાનો છે. જોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બ્રાડ પીટ સાથે છુટાછેડા લઇ લેવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ મામલો કોર્ટમાં છે. તેમની વચ્ચે વાતચીત થઇ રહી છે પરંતુ જોલી ખુબ સાવધાન થયેલી છે. તે બ્રાડ પીટ અંગે ગુપ્તરીતે તમામ માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે. દરેક માહિતી એકત્રિત કરવા માટે તે કેટલાક ખાસ લોકોની મદદ પણ લઇ રહી છે. જોલી અને બ્રાડ પીટને લઇને જુદા જુદા અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલાં દાવો કરવામા ંઆવી રહ્યો છે કે બન્ને વચ્ચે ફરી સમાધાનના પ્રયાસ થઇ રહ્યા છે જ્યારે કેટલાક અહેવાલમાં દાવો કરાયો છે કે બન્ને વહેલી તકે અલગ થઇ જવા માટે ઇચ્છુક છે. જોલીએ બ્રાડ પીટના નામે ગુગલ એલર્ટ રાખવાને લઇને કોઇ ખુલાસો કર્યો નથી. એન્જેલિના જોલી અને બ્રાડ પીટે આની કોઇ જાહેરાત કરી નથી. બન્ને વચ્ચેની કેમિસ્ટ્રીને હોલિવુડમાં શ્રેષ્ઠ કેમિસ્ટ્રી તરીકે જોવામાં આવતી હતી. જોલી અને બ્રાડ હવે મતભેદો ભુલીને ફરી તેમની લાઇફને એકબીજા સાથે આગળ વધારી શકે છે. જો કે આવી શક્યતા ઓછી છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં બન્ને વચ્ચે છુટાછેડા થઇ ગયા બાદ બન્ને વચ્ચે બાળકોને લઇને લડાઇ શરૂ થઇ હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેમના છ બાળકોને લઇને મામલો કોર્ટમાં છે.