ફેમસ મોડલ હેલી બોલ્ડવીને પોતાની મેક અપ રેન્જ હેલી બોલ્ડવીન ફોર મોડલકોની જાહેરાત માટે ટોપલેસ ફોટાઓ પડાવી હોબાળો મચાવી દીધો છે. આ બ્રાન્ડે ૨૦ વર્ષીય મોડલના ટોપલેસ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરીને ભારે ચર્ચા જગાવી છે. જેમાં તે પોતાના હાથથી છાતીને છુપાવતી નજરે પડી રહી છે. આ ફોટોમાં બોલ્ડવીન લાલ રંગના સાટિન સ્કર્ટમાં ખુબસુરત નજરે પડી રહી છે. તે લાલ રંગના લેટેક્સથી બનાવવામાં આવેલા હાથના ગ્લોબ્સ પણ પહેરેલા છે. ેના મેક અપમાં પણ ખુબ લાલ રંગ નજરે પડે છે. તે લાલ રંગના લિપ્સ્ટિકમાં પણ દેખાઇ રહી છે. બોલ્ડવીને કહ્યુ છે કે તે જાહેરાતમાં કામ કરવા માટે અને લોકોને આકર્ષિત કરવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. બોલ્ડવીને કહ્યુ છે કે બોલ્ડવીન ફોર મોડલકોના પ્રમોશન કરવાની બાબત તેના માટે ખુબ ઉપયોગી છે. તે પોતાની બ્રાન્ડ માટે તમામ કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેની પ્રોડક્સ તમામ વર્ગને ગમી જશે. તેનુ કહેવુ છે કે તેની પ્રોડક્સ એવી રહેશે તે મેક અપ સાથે અને મેક અપ વગર પર પહેરી શકાશે. તેનુ કહેવુ છે કે તેના પ્રોડક્ટસ બન્ને રીતે શાનદાર દેખાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
હેલી બોલ્ડવીન અમેરિકામાં મોટી અને લોકપ્રિય મોડલ પૈકી છે. તેની ટુંકી મોડલિંગ કેરિયરમાં જ તે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુકી છે. તેને ફિલ્મોની પણ ઓફર આવી રહી છે. જો કે તે હાલમાં આ દિશામાં આગળ વધી રહી નથી. મોડલિંગના ક્ષેત્રમાં તે વર્ષોથી ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી રહી છે.
પાછલી પોસ્ટ