Aapnu Gujarat
બ્લોગ

ટૂંકી વાર્તા

હું પથારી માંથી ઉભો થયો….
અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા…. મને ….હાર્ટ ની તકલીફ તો નહીં હોય…..? તેવા વિચાર સાથે….હું આગળ ના બેઠક રૂમ ગયો…મેં નજર કરી…તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો….

મેં..પત્ની સામે જોઈ કિદ્યુ…કાવ્યા..
થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે…
ડોકટર ને બતાવી ને આવું છું…
હા પણ સંભાળી ને જજો…કામ હોય તો ફોન કરજો…મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા…બોલી…

હું…એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો…
પરસેવો..મને પુષ્કળ થતો હતો….
એકટીવા ચાલુ નહતું થતું….
આવા સમયે…અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો) સાયકલ લઈ આવ્યો…સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું…

કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું…..મેં કીધું ના…

તમારી તબિયત સારી નથી લાગતી સાહેબ…આટલો પરસેવો..કેમ દેખાય છે…?

સાહેબ…સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા…
હું કીક મારી ચાલુ કરી દવ છું…

ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું…
સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું… હા
આવી સ્થિતિ મા એકલા ના જવાઈ…
ચાલો મારી પાછળ બેશી જાવ….
મેં કીધું તને એકટીવા આવડે છે….
સાહેબ…ગાડી નું પણ લાઇસન્સ છે..ચિંતા વગર બેસી જાવ….

નજીક ની હોસ્પિટલે અમે પોહચ્યા…ધ્રુવજી…દોડી ને
અંદર ગયો.. અને વ્હીલ ચેર લઈ બહાર આવ્યો…
સાહેબ ..અત્યરે ચાલતા નહીં આ ખુરશી મા બેસી જાવ……

ધ્રુવજી ની ઉપર…મોબાઈલ ઉપર મોબાઈલ આવી રહયા હતા…
હું સમજી ગયો હતો…ફ્લેટ માંથી બધા ના ફોન આવતા હશે… હજુ કેમ નથી આવ્યો..?
ધ્રુવજી એ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ…. આજે નહીં આવી શકું…

ધ્રુવજી ડોક્ટર ની જેમ જ વર્તન કરતો હતો…તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી..કે સાહેબ..ને હાર્ટ ની તકલીફ લાગે છે…..લિફ્ટ માં થી વ્હીલ ચેર ICU તરહ ધ્રુવજી લઈ ગયો…

ડૉક્ટર ની ટિમ તૈયાર હતી….મારી તકલીફ..સાંભળી…. બધા ટેસ્ટ તાત્કાલિક કરી..ડોક્ટરે..કિધુ.. આપ ઘણા સમયસર પોહચી ગયા છો…
એમાં પણ તમે વ્હીલ ચેર નો ઉપયોગ કર્યો..એ તમારા માટે
ઘણું ફાયદા કારક રહ્યું..
હવે…કોઈ પણ પ્રકાર ની રાહ જોવી…એ તમારા માટે નુકશાન કારક બનશે…માટે…વિના વિલંબે
અમારે હાર્ટ નું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક
દૂર કરવા પડશે..
આ ફોર્મ ઉપર તમારા સ્વજન ની સિગ્નનેચર ની જરૂર છે…
ડોક્ટરે..ધ્રુવજી સામે જોયું…

મેં કીધું..બેટા… હસ્તાક્ષર કરતા આવડે છે….
સાહેબ….આવડી મોટી જવબદારી ના મુકો મારા ઉપર…

બેટા….તારી કોઈ જવબદારી નથી….તારી સાથે કોઈ
લોહી ના સબંધ નથી..છતાં પણ ..વગર કીધે તે તારી જવબદારી પૂર્ણ કરી છે..જે જવબદારી ખરેખર મારા પરિવાર ની હતી..
એક વધારે જવબદારી પુર્ણ કર.. બેટા..
હું નીચે લખી હસ્તાક્ષર કરી..દઈશ.. મને કંઈ પણ થશે..તો.. જવબદારી મારી છે..
ધ્રુવજી એ ફક્ત મારા કેહવથી હસ્તાક્ષર કરેલ છે…બસ હવે…

અને હા…ઘરે ફોન લગાવી જાણ કરી દે…જે…..

ત્યાં તો..મારી સામે ..મારી પત્ની કાવ્યા નો મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો..
ધ્રુવજી. .શાંતિ થી કાવ્યા ને સાંભળી રહ્યો હતો….

થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો..
બેન..આપ..ને પગાર કાપવો હોય તો કાપી નાખજો…કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો.. પણ અત્યરે હોસ્પિટલે ઓપરેશન પેહલા પોહચો…
હા…બેન હું સાહેબ ને હોસ્પિટલે લઈ ને આવ્યો છું..
ડોક્ટરે ઓપરેશન ની તૈયારી કરી દીધી છે….રાહ જોવાય તેવું નથી…

મેં કીધું..બેટા.. ઘરે થી ફોન હતો…?
હા સાહેબ…?
હું મન મા બોલ્યો..કાવ્યા તું કોના પગાર કાપવા ની વાત કરે છે.. અને કોને કાઢી મેલવા ની વાત કરે છે ?
આંખ મા પાણી સાથે ધ્રુવજી ના ખભે હાથ મૂકી …હું બોલ્યો.. બેટા ચિંતા ના કરતો…

હું એક સંસ્થા મા સેવા આપું છું. તે ઘરડા લોકો ને આશરો આપે છે…ત્યા તારા જેવી જ વ્યક્તિઓ ની જરૂર છે..
તારૂં કામજ વાસણ..કપડાં ધોવાનું નથી…તારૂં કામ તો સમાજ સેવાનું છે….
બેટા…પગાર મળશે ..માટે ચિંતા ના કરતો..

ઓપરેશન પછી..હું ભાન માં આવ્યો…મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો….મેં આંખ મા પાણી સાથે કિધુ…ધ્રુવજી ક્યાં છે ?

કાવ્યા બોલી ..એ હમણાં જ રજા માંગી ગામડે ગયો ..કેહતો ગયો છે..તેના પિતા હાર્ટ એટેક મા ગુજરી ગયા છે..15 દિવસ પછી આવશે.

હવે મને સમજાયું..એને..મારા મા પોતાનો બાપ દેખાતો
હશે….
હે પ્રભુ…મને બચાવી. તે એના બાપ ને ઉપાડી લીધો….

સમગ્ર પરિવાર હાથ જોડી… મુંગા મોંઢે..માફી માંગી રહ્યો હતો….

એક મોબાઈલ નું વ્યશન …
આપણી વ્યક્તી ને આપના દિલ થી કેટલા દૂર લઈ જાય છે..તે પરિવાર જોઈ રહ્યો હતો…

ડોક્ટરે આવી કિધુ… પેલા ધ્રુવજી ભાઇ તમને શું થાય ?

મેં કીધું ..ડૉક્ટર સાહેબ…અમુક સબંધ ના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ.. અણી ના સમયે..મારા માટે ફરીસ્તા બની આવ્યો હતો..

પિન્ટુ બોલ્યો…અમને માફ કરો .પપ્પા..જે ફરજ અમારી હતી..તે ધ્રુવજી એ પુરી કરી…..જે અમારા માટે સરમજનક છે..હવે થી આવી ભૂલ ભવિષ્ય મા કયારેય નહીં થાય…..

બેટા.. જવબદારી..અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે..
જયારે લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે…

રહી મોબાઈલ ની વાત…
બેટા.. એક નિર્જીવ રમકડાં એ …જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે…સમય આવી ગયો છે…તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..
નહીંતર.
પરિવાર…સમાજ…અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..

Related posts

JOKES

aapnugujarat

લોકોને જબરજસ્તી શાકાહારી ન બનાવી શકાય

aapnugujarat

ગુજરાત ચુંટણી પરિણામોનું વિશ્લેષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1