Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

રશિયામાં મોદી અને પુટીન વચ્ચે વિવિધ મુદ્દા પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયાના સોચી શહેરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટીન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ચર્ચા દરમિયાન મોદીએ ભારત અને રશિયાના સંબંધો ઉપર ખાસ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો લાંબા સમયથી એકબીજાના સૌથી વિશ્વસનિય મિત્ર રહ્યા છે. સોચીમાં અનૌપચારિક મુલાકાત માટે આમંત્રણ આપવા બદલ મોદીએ પુટીનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતને સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સ્થાઈ સભ્ય પદ અપાવવામાં રશિયાએ નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે અમે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પર અને બ્રિક્સ માટે મળીને કામ કરી રહ્યા છીએ. મોદી હાલમાં એવા સમય પર રશિયા પહોંચ્યા છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે સ્પર્ધા વધી રહી છે. એક વખત ફરી યુએસ પ્રતિબંધનો દોર શરૂ થઈ ગયો છે. રશિયાની હથિયાર બનાવરનાર સરકારી કંપની ઉપરાંત અન્ય કંપનીઓ ઉપર પણ અમેરિકાએ પ્રતિબંધ મુક્યા છે. રશિયન સૈન્ય નિકાસ પર અમેરિકી પ્રતિબંધથી ભારતની સાથે થનાર ૩૯૮૨૨ કરોડ રૂપિયાની ડિલ પણ ખતરામાં પડી ગઈ છે. ભલે વડાપ્રધાનનો આ પ્રવાસ અનૌપચારીક રહ્યો છે પરંતુ અનેક વિષય ઉપર વાતચીત થઈ છે. પુટીન સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે પુટીન ભારત માટે અને તેમના વ્યક્તિગત પણ મિત્ર છે. ભારે બહુમતી સાથે ચોથી વખત ચુંટાઈ આવવા બદલ પુટીનને શુભેચ્છા પણ પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે તેઓએ ફોન ઉપર પણ તેમને શુભેચ્છા પાઠવી હતી પરંતુ આજે અહીં પહોંચીને અંગત અભિનંદન આપવાની તક મળી છે. ૧૨૫ કરોડ દેશવાસીઓ તરફથી તેઓ પુટીનને શુભેચ્છા પાઠવે છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા વિશ્વાસ ઉપર આધારીત રહ્યા છે. તેમના પ્રારંભિક સૂચનમાં મોદીએ કહ્યું હતું કે બંને દેશો ન તૂટી શકાય તેવા મિત્રતાના સંબંધ ધરાવે છે. મોદીએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૨૦૦૧ની યાત્રાને પણ યાદ કરીને સંબંધોની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે પુટીન વિશ્વના એવા પ્રથમ નેતા છે જેમને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મળ્યા હતા.

Related posts

IPL-૧૧ની આવતીકાલથી રોચક શરૂઆત

aapnugujarat

અયોધ્યા મામલે સુપ્રીમના ચુકાદાનું સંઘ દ્વારા સ્વાગત

aapnugujarat

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1