Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારનાં ત્રણ વર્ષનાં શાસનમાં કૌભાંડોનું કોઈ આળ લાગ્યું નથી

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારનાં ૩ વર્ષમાં એક અનોખો વિક્રમ સ્થપાયો છે. આ વિક્રમ એ છે કે આ ગાળો કૌભાંડ મુક્ત રહ્યો છે. અત્યાર સુધીમાં સરકારને લાગતા ડાઘ શોધનાર માટે ડાઘ શોધવાનું મુશ્કેલ બન્યું છે,પરંતુ શાસન વ્યવસ્થામાં ઈમાનદારીનો દેખીતો લાભ પણ થયો છે.સરકારે લીધેલા કેટલાક પગલાંને કારણે કૌભાંડીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. વિવિધ દેશો સાથે જે કરાર કરવામાં આવ્યા છે, તેના કારણે દેશમાંનું અગાઉ વિદેશ લઈ જવાયેલા નાણાં પરદેશથી મોરેશિયસ, સિંગાપુર કે સાયપ્રસના રૂટથી પાછું લાવવાની ચેનલો બંધ થઈ ગઈ છે.આને કારણે સ્વિત્ઝર્લેન્ડ અને અન્ય યુરોપના દેશો સાથે વાસ્તવિક આર્થિક વ્યવહારો મળતા થશે આ કરારને કારણે સપ્ટેમ્બર ૨૦૧૮થી સ્વિત્ઝર્લેન્ડની બેંકો આર્થિક વ્યવહારો અંગેની માહિતીનું આદાન-પ્રદાન કરશે. આને કારણે મની લોન્ડરીંગ કરવાની ક્ષમતા ખતમ થઈ જશે.
સરકારે અમેરિકાની સરકાર સાથે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પલાયન્સના કરાર કર્યા છે. આ બધા કરારોને કારણે કર તંત્રને વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની નાણાકીય ખાતા અંગેની માહિતી આપમેળે મળતી થઈ જશે.અપ્રમાણિકતાથી મળેલા નાણા અથવા તો કરચોરી કરીને કરેલી બચત હવે જાહેર નહીં કરાયેલી વિદેશની આવક અને અસક્યામતો એક ઘનિષ્ઠ અને આકરા કરવેરા કાયદા હેઠળ આવશે. એમાં આકરી પેનલ્ટી અને કાનૂની ફરિયાદની જોગવાઈ કરાઈ છે.વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૬ દરમિયાન તપાસ હાથ ધરીને આવક વેરા વિભાગે રૂ.૪૩,૦૦૦ કરોડની જાહેર નહીં કરાયેલી આવક શોધી કાઢી છે. કેન્દ્ર સરકારના મહેસૂલ સચિવ શ્રી હસમુખ અઢિયાએ તા.૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ જણાવ્યું હતું.વર્ષ ૨૦૧૬માં આવક (કાળા નાણાં)ની સૌથી મોટી જાહેરાત થઈ હતી અને ઓછામાં ઓછી રૂ.૬૫,૨૫૦ કરોડની નહીં જાહેર કરાયેલી આવક વન-ટાઈમ કોમ્પલાયન્સ વિન્ડો દ્વારા બહાર આવી હતી અને એ દ્વારા સરકારને રૂ.૨૯,૩૬૨ કરોડનો વેરો મળ્યો હતો.બેનામી સોદાઓનો કાયદો માત્ર બેનામી અસ્કયામતો જ ને ધ્યાનમાં રાખીને કરાય છે તેવું નથી, પરંતુ આવી અસ્કયામતો રાખતા પણ રોકે છે.
આ કાયદો ૧૮ વર્ષ પહેલા ઘડવામાં આવ્યો હતો, પરંતુ મોદી સરકાર આ કાયદાનો અમલ કરે તે પહેલા ૧૮ વર્ષની રાહ જોવી પડી હતી. એવું કહેવામાં આવે છે કે ગેરકાયદે કમાયેલા નાણા સંઘરવાનો આ સૌથી મોટો માર્ગ છે. આકરા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તથા આવક વેરા વિભાગ દ્વારા તેનો કડક અમલ કરીને સિસ્ટમને સાફ કરવા માટેના પગલાં લેવામાં આવ્યા છે.હરાજી દ્વારા ખનિજના વિવિધ બ્લોકની ફાળવણીને કારણે સમગ્ર વ્યવસ્થા બદલાઈ ગઈ છે. કોલસાના બ્લોક્સ, સ્પેક્ટ્રમ અને ખનિજોની ઓનલાઈન હરાજીના ધોરણો ઘડવામાં આવ્યા છે. આથી ભવિષ્યની કોઈપણ સરકાર માટે તે બદલવાનું આસાન બનશે નહીં.
શાસકો શંકાથી પર હોવા જોઈએ તે બાબતની ખાત્રી રાજકીય ભંડોળના આકરા નિયમો ઘડીને કરવામાં આવી છે. કેટલાક નાના પક્ષોએ રાજકીય ભંડોળના રૂટનો ઉપયોગ કરીને ગેરકાયદે સંપત્તિ એકત્ર કરી છે. રાજકીય ભંડોળના નવા નિયમોને કારણે રૂ.૨૦૦૦થી વધુ રકમની રોકડ લઈ શકાશે નહીં અને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા પણ રાજકીય પક્ષોની ભંડોળ પ્રક્રિયાને સ્વચ્છ કરવાનો પ્રયાસ કરાયો છે.
સફાઈની આ પ્રક્રિયા નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સોગંદ લીધા તે દિવસથી જ શરૂ કરવામાં આવી હતી.
સરકારે જે દિવસે સત્તા સંભાળી તે દિવસે જ એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના ભ્રષ્ટાચારના મુદ્દાને આવરી લઈને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ તેમની ઝૂંબેશ માત્ર દેશમાં ગેરકાયદે રળવામાં આવતા નાણાં પૂરતી સિમિત રાખી ન હતી.
તા.૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ મોદીએ જાતે યુરોપ અને અન્ય દેશોમાં ટેક્સ હેવન્સનો મુદ્દો અતિ મહત્વની ગણાતી જી-૨૦ મિટીંગમાં ઉઠાવ્યો હતો. આને કારણે જી-૨૦ના દેશોએ પણ ગેરકાયદે નાણાંની હેરફેર, કાળા નાણાં અને ટેરર ફંડીંગ સામે યુધ્ધ છેડવાની આવશ્યકતા ઊભી થઈ હતી.સંભવતઃ આ એક સારી શરૂઆત હતી. આ તમામ પગલાંઓમાં શિરમોર ગણાય તેવું પગલું તા.૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ લેવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ.૧૫ લાખ કરોડની રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટોને ચલણમાંથી દૂર કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જેથી છૂપાયેલું કાળુ નાણું બહાર આવે. આ નિર્ણયથી દેશ ચોંકી ઉઠ્યો હતો અને નોટો બદલાવવા માટે બેંકોની બહાર કતાર લાગી હતી. લોકોને તકલીફો સહન કરવી પડી હતી, પરંતુ સફાઈના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તે સ્વિકારી લેવાઈ હતી. આવક વેરા વિભાગે ૧૮ લાખ લોકોની ઓળખ કરી છે કે જેમને બિન હિસાબી નાણાં સંઘર્યા હતા. આવા લોકોને આવી થાપણો અંગે ખૂલાસો કરવા કહેવાશે. ઘણા જનધન ખાતાઓનો પણ નાણાંની ગેરકાયદે હેરફેર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.જે પગલાં લેવાના આવ્યા તેની આંતરરાષ્ટ્રિય સંસ્થાઓએ પ્રશંસા કરી હતી. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યું હતું કે ભારત હવે બિઝનેસ કરવા માટે બહેતર સ્થળ બન્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) દ્વારા તા.૪ મે, ર૦૧૭ના રોજ પ્રધાનમંત્રી મોદીની તેમણે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવવા માટે તથા દેશમાં આડકતરા વેરાનું સંકલન કરવામાં તથા બેંકરપ્સી એક્ટ ઘડવામાં જે જહેમત ઉઠાવવામાં આવી તેની પ્રશંસા કરવામાં આવી હતી. એડીબીના પ્રેસિડેન્ટ ટેકે હિકોનાકાઓ જણાવે છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાંકીય વર્ષમાં ૭.૪ ટકાના દરે અને આગામી વર્ષે ૭.૬ ટકાના દરે વિકસશે અને બિઝનેસ માટે બહેતર અને મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું થશે.એનડીએ સરકારે જે વિવિધ પ્રયાસો હાથ ધર્યા તેના પરિણામે ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકેનું ચીનનું સ્થાન વટાવીને આગળ નિકળી ગયું છે અને બિઝનેસ અને સીધા વિદેશી મૂડી રોકાણ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણનું સર્જન કર્યું છે.પોતાની ટર્મની શરૂઆત કરતા જ સરકારે કલ્યાણ યોજનાઓના અમલમાં રહેલા છીદ્રો અને બિન કાર્યક્ષમતા શોધી કાઢી હતી અને એક પાયાના કદમ તરીકે સરકારે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર તેમજ જામ (જનધન, આધાર અને મોબાઈલ) નો વ્યાપ વિસ્તાર્યો હતો. સરકારે ૬૫ મંત્રાલયોની ૫૩૬ યોજનાઓને લક્ષમાં રાખીને સુધારા કર્યા હતા.
બીપીએલ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસનું જોડાણ તથા સોલર લાઈટીંગની ઊજાલા યોજનાએ દૂર દૂરના વિસ્તારમાં પ્રકાશ પાથર્યો છે અને આ કારણે ખાસ કરીને મહિલાઓમાં ખૂબ જ આનંદ પ્રવર્તે છે. સરકાર વિજળીના દર અને બિઝનેસના ખર્ચમાં પણ વધારો કરી રહી છે. મોદી સરકારને ૩ વર્ષને નવા યુગની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે અને સમાજના નીચલા સ્તરના લોકોની આશા અને તકોમાં વધારો થયો છે.

Related posts

गांधी को भुनाना काफी नहीं

aapnugujarat

મન અપ્રતિરથ

editor

प्रज्ञा को निकाल बाहर करें

aapnugujarat

Leave a Comment

URL