Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઇએસઆઇનો નવો ઘૂસણખોરી પ્લાનઃ રેકી માટે ૧૦થી ૧પ વર્ષનાં છોકરાંઓને તાલીમ

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ ભારતમાં આતંકીઓ મોકલવાનો એક નવો પ્લાન બનાવ્યો છે. આઇએસઆઇ ૧૦થી ૧પ વર્ષના છોકરાંઓની મદદથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવી રહી છે કે જેમાં પાગલ જેવી હરકત કરનારા છોકરાંઓનો પણ સમાવેશ થાય છે. આઇએસઆઇ આ માટે પોતાના હેડ કવાર્ટરમાં ભારતની અંદર જ રેકી કરવાની ટ્રેનિંગ આપી રહી છે. આ છોકરાંઓને પાગલ, મૂંગા અને બેવકૂફો જેવી હરકતો કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.ગુપ્તચર એજન્સીઓએ આ વર્ષે અજાણતાંમાં પાકિસ્તાની સરહદ પાર કરીને આવેલાં રપ બાળકોની તપાસ બાદ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે.
આ રિપોર્ટમાં એવો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે નાની ઉંમરનાં છોકરાંઓ તેમજ પાગલ જેવી હરકતો કરનારાં છોકરાંઓનો ઉપયોગ પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે આતંકી પહેલાં ગાઇડ તરીકેનું કામ કરાવે છે.
ગુપ્તચર એજન્સીઓએ અત્યાર સુધીમાં રપ પાગલ અને નાનાં છોકરાંઓને ઝડપ્યાં છે. જેમાંથી કેટલાયને ભારતે પાકિસ્તાન પરત મોકલી આપ્યાં છે. ઝડપાયેલ છોકરાઓની પૂછપરછમાં એવો પર્દાફાશ થયો છે કે આઇએસઆઇ, પાકિસ્તાની લશ્કર અને આતંકીઓના હેન્ડલર્સ તેમને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાતની સરહદમાં ઘૂસણખોરી કરાવવા માટે સત્તાવાર નકશાઓ અને સ્થળોની જાણકારી અને ટ્રેનિંગ આપે છે. જે વિસ્તારમાં ઘૂસણખોરી કરાવવાની હોય તે વિસ્તારમાં આ છોકરાંઓને ત્યાંની ભાષા શીખવવામાં આવે છે કે જેથી ઘૂસ્યા બાદ તેમને કોઇ ઓળખી ન શકે.આજે સવારે ગુરદાસપુરની બરિયાલ પોસ્ટ પર બીએસએફએ એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારી હતી. આ ઘૂસણખોર ચેતવવા છતાં સરહદની અંદર ઘૂસી આવી હતી. બીએસએફએ પોસ્ટના પિલર નં.૧પ/૩ પાસે તેને ઠાર મારી હતી. મૃતક ૬૦ વર્ષીય મહિલા હોવાનું જણાવાય છે. આ ઘટના આજે વહેલી પરોઢિયે ૩-૦પ કલાકે ઘટી હતી. ગુરદાસપુરના બરિયાલમાં જ્યારે આ મહિલા આંતરરાષ્ટ્રીય સરહદથી ૬૦ મીટર અંદર આવી ગઇ હતી અને તેને ચેતવવા છતાં તે નહીં રોકાતાં અને ફેન્સિંગની અંદર ર૦ મીટર આવી જતાં સ્થિતિને જોઇને બીએસએફએ તેને ઠાર મારી હતી.

Related posts

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક

aapnugujarat

મોદી ગુજરાતીઓ દ્વારા દેશ પર શાસન કરવા માંગે છે : ખડગે

editor

લાલુએ બિહારના ડે.સીએમ સુશીલ મોદીની મજાક ઉડાવીને તેમને ડરપોક કહ્યા

aapnugujarat

Leave a Comment

URL