Aapnu Gujarat
બ્લોગ

કર્ણાટકમાં ત્રિશંકુ કે બહુમતિ…..

દેશના રાજકારણમાં મહત્વના એવા દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાં નવી વિધાનસભામાં સત્તા મેળવવા માટે તીવ્ર પ્રચારયુદ્ધ અને મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે રાહ જોવાઈ રહી છે, પરિણામની, જે ૧૫ મેએ આવશે.કોઈ પણ રાજકીય પક્ષે કર્ણાટકમાં એકલે હાથે શાસન કરવું હોય તો ૧૧૨ બેઠક જીતવી પડે.મોટા ભાગના એક્ઝિટ પોલ્સે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. મતલબ કે, કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. જોકે કેટલાક એક્ઝિટ પોલ કહે છે કે, ભાજપ જીતશે તો કેટલાક કહે છે કે કોંગ્રેસ સત્તા જાળવી રાખશે. ભાજપ જીતશે તો જનતા દળ (સેક્યૂલર) પાર્ટીની ભૂમિકા નિર્ણાયક બનશે.જોકે અત્યારે તો કોંગ્રેસ અને ભાજપ, બંને વિશ્વાસ છે કે પોતે જ સ્પષ્ટ વિજેતા બનશે. બીજી બાજુ, મતદારો મત આપીને નિરાંતે બેઠા છે અને પરિણામની રાહ જુએ છે.અમુક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં કર્ણાટકમાં શનિવારે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પંચના આંકડાનુસાર, ૭૦.૯૧ ટકા મતદાન થયું હતું. જોકે પાટનગર શહેર બેંગલુરુમાં સૌથી ઓછું, ૪૯.૫૧ ટકા મતદાન જ થયું.વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાંથી જયાનગર અને આર.આર. નગર, આ બે મતવિસ્તારોમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. આમ, મંગળવારે ૨૨૨ બેઠકોનું પરિણામ જાહેર થશે.ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે અને એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ચાર એક્ઝિટ પોલ્સે ભાજપ સૌથી મોટો વિજેતા પક્ષ તરીકે ચૂંટાઈ આવશે એવું અનુમાન દર્શાવ્યા બાદ યેદિયુરપ્પાએ તો એમનું પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે ભાજપને ૧૪૫-૧૫૦ બેઠકો મળશે.જો ભાજપ જીતશે તો યેદિયુરપ્પાના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે અને એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ચાર એક્ઝિટ પોલ્સે ભાજપ સૌથી મોટો વિજેતા પક્ષ તરીકે ચૂંટાઈ આવશે એવું અનુમાન દર્શાવ્યા બાદ યેદિયુરપ્પાએ તો એમનું પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે ભાજપને ૧૪૫-૧૫૦ બેઠકો મળશે.જો ભાજપ જીતશે તો યેદિયુરપ્પાના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.બીજી બાજુ, વર્તમાન મુખ્ય પ્રધાન કોંગ્રેસના સિદ્ધરામૈયાએ એવી ટિપ્પણી કરી છે કે યેદિયુરપ્પા પાગલ થઈ ગયા છે અને એક્ઝિટ પોલ્સ એટલે પરિણામ પૂર્વેના બે દિવસ ચાલનારું મનોરંજન.જનતા દળ (સેક્યૂલર)ના વડા એચ.ડી. કુમારસ્વામી આ વખતની ચૂંટણીમાં કિંગમેકર સાબિત થાય એવું લાગે છે. કોઈ પક્ષને ૧૧૨ બેઠકો મળે એવું લાગતું નથી. તેથી જેડીએસનો સાથ લેવાની ફરજ પડશે, એવું રાજકીય પંડિતોનું માનવું છે.કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે જેડીએસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કુમારસ્વામીને અઢી વર્ષ આપવા તૈયાર છે અને બાકીના અઢી વર્ષ પોતાનો ઉમેદવાર મુખ્ય પ્રધાન બનશે. એવું કહેવાય છે કે કોંગ્રેસ એ પરિસ્થિતિમાં સિદ્ધરામૈયાને નહીં, પણ રામલિંગા રેડ્ડીને મુખ્ય પ્રધાન બનાવશે.ભાજપે પણ જાહેર કરી દીધું છે કે જો એણે જેડીએસનો સાથ લેવો પડશે તો કુમારસ્વામીને પહેલા અઢી વર્ષ ઝ્રસ્ બનવા દેશે.કર્ણાટકમાં કોની સરકાર બનશે, તેનો નિર્ણય તો મંગળવારે થઈ જશે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેથી પરિણામ પહેલાં જ રાજ્યમાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ થઈ ગયું છે.
કર્ણાટકમાં કિંગમેકરની ભૂમિકામાં જણાઈ રહેલાં જેડીએસ ચીફ એચ.ડી. દેવગૌડાને મનાવવા કર્ણાટકના વર્તમાન મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ દલિત ઝ્રસ્નો દાવ ખેલ્યો છે. અને કોંગ્રેસના નેતાઓ દેવગૌડાના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ રાજ્યમાં સરકાર બનાવવાને લઈને પોતાની શક્યતા તપાસવામાં લાગી છે.આપને જણાવી દઈએ કે, ચૂંટણી બાદ જાહેર કરવામાં આવેલા લગભગ બધા જ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જોકે સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી પાર્ટી ગણાવાઈ છે. એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા બાદ, મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, જો હાઈકમાન કોઈ દલિત નેતાને મુખ્યપ્રધાન પદ માટે બેસાડવાની વાત કરે તો તેઓ મુખ્યપ્રધાનનું પદ છોડવા તૈયાર છે.રાજકીય પંડિતો સિદ્ધારમૈયાની આ ઓફરને જેડીએસને ટાર્ગેટ કરવાનું મુખ્ય હથિયાર ગણાવી રહ્યાં છે. જોકે જેડીએસ તરફથી સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, પરિણામની રાહ જોવામાં આવશે. ત્યારબાદ જ કોઈ નિર્ણય કરવામાં આવશે. પાર્ટી ચીફ અને પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાએ જણાવ્યું કે, પરિણામ સામે આવ્યા પહેલાં કંઈ પણ કહેવું ઉતાવળ ભર્યું ગણાશે.૧૫મી મેના રોજ આવનારા કર્ણાટકની ચૂંટણીના પરિણામ પહેલા વિવિધ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા પછી હવે સટ્ટા બજાર ગરમ થઈ રહ્યું છે. સટ્ટા બજારમાં ભાજપની જીતના મોટા દાવ લાગી રહ્યા છે.
જોકે, તેમનું માનવું છે કે રાજ્યમાં ભાજપને સરકાર બનાવવા માટે ત્રીજા દળની મદદ લેવી પડશે.કર્ણાટક વિધાનસભાનું મતદાન પૂર્ણ થયા બાદ ત્રિશંકુ વિધાનસભા રચાવાના અણસાર વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવશે તેવા આંકડા એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યા છે. બુકીઝની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપને ૯૬થી ૯૮ બેઠકો મળશે જ્યારે કોંગ્રેસને ૮૫થી ૮૭ જેટલી બેઠકો મળશે. સટ્ટા બજારની ભાષામાં એવો મતલબ થાય છે કે માર્કટમાં બિડ પ્રાઈઝ ૯૬ કે ૮૫ છે, જ્યારે લગાવવામાં આવતી કિંમત ૯૮ કે ૮૭ છે.એક પર એકના ટ્રેડ મુજબ, જો કોઈ ભાજપ પર એક લાખ રૂપિયાનો દાવ રમે છે અને પાર્ટી ૯૮ કે તેનાથી વધુ બેઠકો મેળવે છે, તો તેને બે લાખ રૂપિયા મળશે. રાજસ્થાનના કૃષ્ણા ગોપાલ સટ્ટા બજારમાં કિસ્મત આજમાવી રહ્યા છે. તેમણે કહ્યું, “માર્કેટમાં ભાજપ પર વધારે રૂપિયા લાગ્યા છે. પાછલા શુક્રવારે પ્રચાર અભિયાન સમાપ્ત થતા જ સટ્ટામાં જોખમ લેવાનો રસ વધી ગયો.” ગોપાલે કહ્યું, સટ્ટોડિયાઓને વિશ્વાસ છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે. જોકે, તેના માટે પાર્ટીને કોઈ ત્રીજી પાર્ટીનો સાથ જોઈશે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની આગાવાની વાળી જેડીએસ ૩૫-૩૫ બેઠકો સાથે કિંમગમેકરની ભૂમિકા ભજવી શકે છે.જો તમે ૨૨૪ બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં ૧૨૫ બેઠકોવાળા સેગમેન્ટ પર દાવ લગાવો છો તો અનુમાન સાચું થવા પર પાંચ લાખ રૂપિયા જીતી શકાય છે.
જોકે, એક્ઝિટ પોલના અનુમાન બાદ તે ઘટીને ત્રણ લાખ રૂપિયા થઈ ગયો છે. સટ્ટા બજારમાં ભાજપ માટે ૧૦૦ કે ૧૧૦ બેઠકો પર દરેક રૂપિયા માટે ૧.૧ કે બે રૂપિયાના બીજા રેટ્‌સ પણ છે. ભારતમાં સટ્ટાબજી ગેરકાયદેસર છે. આ એક અનૌપચારિક માર્કેટ છે, જેમાં મોટી રાજકીય પરિણામો કે સ્પોટ્‌ર્સ પર સટ્ટાબાજી થાય છે.

Related posts

કટોકટીએ દાઉદને ડૉન બનાવ્યો

aapnugujarat

કરોડો ખર્ચાયા છતાં ગંગા મૈલી

aapnugujarat

Dear મારી પિયર ગઈ છે!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1