Aapnu Gujarat
મનોરંજન

હું રાજકારણમાં જોડાવાનો નથી, પણ ભગવાનની ઈચ્છા હશે તો જોડાઈશઃ રજનીકાંત

તામિલ સુપરસ્ટાર રજનીકાંતે આજે અહીં એક સભામાં જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો નથી.રજનીકાંત આઠ વર્ષના લાંબા ગાળા બાદ આજે સવારે પહેલી જ વાર અહીં એમના પ્રશંસકોને મળ્યા હતા અને એક સ્વાગત સત્રમાં એમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
રજનીકાંતે કહ્યું હતું કે, મારી ટીકા કરવામાં આવે એની હું ફિકર કરતો નથી. રાજકારણ સાથે મારો નાતો ૨૦ વર્ષ પહેલાં અકસ્માતપણે બંધાયો હતો અને ત્યારથી ઘણા નેતાઓ એમની રાજકીય કારકિર્દીમાં લાભ ખાટવા માટે મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે.‘
કેટલાક લોકોની ઈચ્છા વિધાનસભ્ય બનવાની હતી અને પૈસા બનાવવા માટે એવા નેતાઓ મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે. ભગવાનની ઈચ્છા હશે તો હું રાજકારણમાં જોડાઈશ અને હું પૈસા બનાવવા માટે નહીં, પણ લોકોની સુખાકારી માટે કામ કરવા માટે રાજકારણમાં જોડાઈશ. અત્યારે તો ભગવાન એવું ઈચ્છે છે કે હું અભિનેતા જ બની રહું અને હું પણ એમાં ખુશ છું,’ એમ રજનીકાંતે કહ્યું છે.

Related posts

बदलते समय के अनुसार खुद को ढालना होगा : अमित त्रिवेदी

aapnugujarat

अभिषेक का फेसबुक और इंस्टाग्राम अकाउंट हुए हैक

aapnugujarat

ऋतिक जितने अच्छे एक्टर हैं उतने ही अच्छे इंसान भी है” : वाणी कपूर

aapnugujarat

Leave a Comment

URL