Aapnu Gujarat
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા ટીમને આઇસીસી આપશે ૧૪ કરોડ રૂપિયાનું ઇનામ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે(આઇસીસી) આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની પુરસ્કાર રકમમાં પાંચ લાખ ડૉલર(લગભગ ત્રણ કરોડ રૂપિયા) વધારી તેને સાડા ચાર મિલિયન ડૉલર(લગભગ ૨૯ કરોડ રૂપિયા) કરી દીધી છે. ટ્રોફી જીતનાર ટીમને હવે ૨.૨ મિલિયન ડૉલર(લગભગ ૧૪ કરોડ રૂપિયા) મળશે.આઈસીસએ કહ્યું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૧ થી ૧૮ જૂન દરમિયાન રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે પુરસ્કારની કુલ રકમ વધારીને સાડા ચાર મિલિયન ડૉલર(લગભગ ૨૮ કરોડ રૂપિયા) કરી દીધી છે. જેમાં ભાગ લેનાર આઠ ટીમોમાંથી વિજેતા ટીમને ૨.૨ મિલિયન ડૉલર(લગભગ ૧૪ કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આ આઠમુ સત્ર છે. આ પહેલા છેલ્લી વખત ૨૦૧૩માં થયેલી ટૂર્નામેન્ટમાં પુરસ્કારની કુલ રકમ વર્તમાનથી પાંચ લાખ ડૉલર ઓછી હતી. એ વર્ષે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ કાર્ડિફ વેલ્સ સ્ટેડિયમ, એડ્‌જબેસ્ટન અને ધ ઓવરમાં રમાઇ હતી. આ વખતે પણ આ સ્ટેડિયમમાં મેચ રમાશે.ટૂર્નામેન્ટની ઉપવિજેતા ટીમને ૧.૧ મિલિયન ડૉલર(લગભગ સાત કરોડ રૂપિયા) મળશે. સેમીફાઇનલમાં પહોંચનાર બાકી બંને ટીમોની સાડા ચાર લાખ ડૉલર(લગભગ ત્રણ કરોડ રૂપિયા) આપવામાં આવશે. જ્યારે દરેક ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેનાર ટીમને ૯૦૦૦૦ ડૉલર (લગભગ ૫૮ લાખ રૂપિયા) અને દરેક ગ્રુપમાં અંતિમ સ્થાન પર રહેનાર ટીમને ૬૦૦૦૦ ડૉલર(લગભગ ૩૯ લાખ રૂપિયા) મળશે.

Related posts

कप्तान विराट की तरह बनना चाहते हैं पाकिस्तानी क्रिकेटर: यूनिस खान

aapnugujarat

કન્ફરડેશન કપ : મેક્સિકોને ૪-૧થી હાર જર્મની ફાઈનલમાં

aapnugujarat

Total 31 matches, including semi-finals, final, will be held on ICC Women’s WC from Jan 30-Feb 20, 2021

aapnugujarat

Leave a Comment

URL