Aapnu Gujarat
બિઝનેસ

આરબીઆઈ નહી જણાવે, ક્યાંથી આયાત થાય છે નવી કરન્સી નોટ માટે પેપર

રિઝર્વ બેંકની ઓનરશીપવાળી એક કંપનીએ કહ્યું છે કે, ૫૦૦ અને ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવા માટે જે પેપરની આયાત કરવામાં આવે છે, તેની જાણકારી આપવાથી ભારતનું સાર્વભૌમત્વનો ભંગ થશે અને અપરાધ પણ થઇ શકે છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલ સવાલનાં જવાબમાં ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડએ ૫૦૦ અને ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવા માટે આયાત કરવામાં આવતા પેપર વિશે જાણકારી આપવાથી મનાઈ કરી દીધી છે. કંપની દ્વારા જાણકારી નહી આપવાનું કારણ છે કે, મીડિયા રિપોટ્‌ર્સમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, નવી નોટો માટે માત્ર બ્લેકલિસ્ટેડ કંપની પાસેથી પેપર ખરીદવામાં આવી રહ્યા છે.આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલ જવાબમાં જણાવ્યું છે કે, ‘આ સુચના તે માટે નહી આપવામાં આવી શકે. કારણ કે, આ સુચનાનો અધિકારનાં સેક્શન ૮(૧)(એ) હેઠળ આવે છે. જે સૂચનાઓનાં સાર્વજનિક હોવાથી દેશની સાર્વભૌમત્વ અને અખંડતા પર અસર પડે છે. આ સેક્શન હેઠળ તેને સાર્વજનિક કરવાની મનાઈ છે. આરબીઆઈથી તે કંપનીનું નામ બતાવવાનું કહેવામાં આવ્યું હતું, જેનાથી તે પેપર ખરીદે છે. તેની સાથે તે કેટલુ આયાત કરે છે અને આ મામલામાં કંપની સાથે એગ્રીમેન્ટ કર્યું છે, આ જાણકારીઓ માંગવામાં આવી હતી.ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની જુની નોટ પરત લેવની જાહેરાત કરી હતી. તેઓએ બ્લેકમની, નકલી નોટ અને ટેરર ફન્ડિંગને રોકવા માટે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમજ ૫૦૦ અને ૨,૦૦૦ રૂપિયાની નવી કરન્સી નોટ નવી ડીઝાઈન સાથે લાવવામાં આવી છે.

Related posts

भारत में एंट्री की तैयारी में दुनिया के ५० मिड-लेवल रिटेलर्स

aapnugujarat

रेपो-रिवर्स रेपोरेट, CRR को कायम रखने का निर्णय

aapnugujarat

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે

editor

Leave a Comment

URL