Aapnu Gujarat
શિક્ષણ

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૭૫.૫૮ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું છે. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૬૦૪ નોંધાઈ હતી જે પૈકી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૫૯૦ નોંધાઈ હતી. અંગ્રેજી માધ્યમમાં એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨ નોંધાઈ છે જ્યારે એ૨ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૭૪૭ અને બી૧ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૫૭ નોંધાઈ છે. અંગ્રેજી માધ્યમમાં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૭૫૧ નોંધાઈ છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં ૧૦૪૫૬૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧૦૪૫૦૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેડની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં ૧૧૨ વિદ્યાર્થી એ૧ ગ્રેડ અને ૨૦૭૩ વિદ્યાર્થી એ૨ ગ્રેડ મેળવી શકયા છે. બી૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૫૪૯ નોંધાઈ છે. ગુજરાતી માધ્યમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૮૫૬ નોંધાઈ છે. ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું છે. હિન્દી વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે જે ચિંતાજનક બાબત દેખાઈ રહી છે. હિન્દી માધ્યમના ૧૯૪૧ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી ૧૯૩૫ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. બે વિદ્યાર્થી એ૧ ગ્રેડ મેળવી શક્યા છે જ્યારે ૧૮ વિદ્યાર્થી એ૨ ગ્રેડ મેળવી શક્યા છે. ૬૮૩ વિદ્યાર્થી હિન્દી માધ્યમમાં નાપાસ થયા છે. આવી જ રીતે પાસની ટકાવારી ૬૫.૦૧ ટકા રહી છે. ગયા વર્ષની તુલનામાં પરિણામ આ વખતે નીચે રહ્યુ છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦૦ ટકા પરિણામવાળી સ્કુલોની સંખ્યા ૪૨ નોંધાઇ છે. જ્યારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ મેળવનાર સ્કુલોની સંખ્યા ૨૬ રહી છે. આવી જ રીતે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૩૮ નોંધાઇ છે. એ ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૭૭.૨૯ ટકા રહ્યુ છે. બી ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૬૯.૭૭ ટકા રહ્યુ છે. આવી જ રીતે એબી ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૬૧.૧૧ ટકા રહ્યુ છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ૨૦ ટકા પાસિંગ સટાન્ડર્ડનો લાભ લઇને પાસ થનાર ડિફરેન્ટએબલ પરીક્ષાઓ ૨૧ નોંધાયા છે.

Related posts

એમબીએનો ક્રેઝ ફરીવખત સતત વધી રહ્યાનો દાવો

aapnugujarat

હવે ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓ સામેલ

aapnugujarat

ભારતીય યુનિવર્સિટીઓનો વર્લ્ડ રેંકિંગમાં સુધારો, ૪૯ સંસ્થાનોને મળ્યુ સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1