ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલી પરાકાષ્ટાએ છે એલઓસી પર સતત ગોળીબાર થઇ રહ્યો છે અને આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીનાં પ્રયાસોમાં પણ તેજી આવી છે જેના કારણે બંને દેશો વચ્ચે મંત્રણાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારીએ રવિવારે કહ્યું છે કે તેઓ પાડોશી દેશો સાથે સારા સંબધો રાખવા માટે પ્રયત્નશીલ રહેશે. તેમણે પાડોશી દેશોની સાથે અણબનાવને લઈને શરીફ સરકાર પર પ્રહાર કર્યો હતા.
પૂર્વ રાષ્ટ્રપ્રમૂખ આસિફ અલી ઝરદારીએ કહ્યું કે હું પાડોશીઓ સાથે યુદ્ધ નહી થવા દઉં. પેશાવરમાં એક રેલીમાં સંબોધન કરતા ઝરદારીએ કહ્યું કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે ભારત અને અફઘાનિસ્તાન સાથે સંબંધો મધુર હતા અને શાંતિનો માહોલ હતો. ઝરદારીએ કહ્યું કે આપણે પાડોશી દેશોની વચ્ચે દોસ્તીના સંબંધો બનાવી રાખવા જોઈએ. તેમણે ખૈબરપખ્તૂન ખ્વાહમાં વધતી હિંસાને લઈને પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.તેમણે કહ્યું કે તેમની રાષ્ટ્રીય ઓળખાણ છીનવાઈ રહી છે અને તેમને જેલમાં રાખવામાં આવી રહ્યા છે.