વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલનું માનવું છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એમની ગ્રુપ મેચમાં ટકરાશે ત્યારે એ મેચ જીતવા માટે ભારત ફેવરિટ હશે.
૩૭ વર્ષીય ગેલે એવી સ્પષ્ટતા કરી છે કે આમ તો ભારત અને પાકિસ્તાન બંને ટીમ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ છે.
આઠ-ટીમોવાળી આ સ્પર્ધા ૧ જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે.ગેલનું કહેવું છે કે ૪ જૂને એજબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ગ્રુપ મેચ આખી સ્પર્ધાની સૌથી મોટી મેચ હશે. અને હા, એ મેચમાં પાકિસ્તાન કરતાં ભારત મજબૂત સ્થિતિમાં હશે.
આમેય આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં ભારતનો દેખાવ પાકિસ્તાન કરતાં હંમેશાં સારો જ રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને બી-ગ્રુપમાં સ્થાન અપાયું છે. આ ગ્રુપની અન્ય બે ટીમ છે – દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા.એ-ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ છે.