Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રેન્સમવેર : બેંકો માટે પણ આરબીઆઈ દ્વારા સૂચનો

આરબીઆઈએ રેન્સમવેર વાયરસના હુમલાને રોકવા માટે આજે બેંકો માટે કેટલાક સૂચનો જારી કર્યા હતા. આરબીઆઈએ સરકારી સંસ્થા સીઈઆરટીના માર્ગદર્શન મુજબ ચાલવાની સૂચના આપવામાં આવી છે. આના કારણે ઘણી તકલીફથી બચી શકાય છે. રેન્સમવેર વાયરસના કારણે ૧૫૦થી વધુ દેશોમાં આઇટી નેટવર્ક ઉપર માઠી અસર થઇ છે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા કેટલાક સૂચનો જારી કરવામાં આવ્યા છે. વૈશ્વિક રેન્સમવેર એટેકથી બચવા નેટવર્ક માટે શું કરવું અને શું કરવું તેના માટે સૂચના આપવામાં આવી છે. એવા સમાચાર મળ્યા છે કે, નવા રેન્સમવેર વન્નાક્રાઈ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરબીઆઈએ બેંકોને જરૂરી સૂચના આપી છે. વાનાક્રાઈ વાયરસના કારણે વિન્ડો સિસ્ટમ ઉપર અસર થઇ રહી છે. મેઇલવેરથી તેમની સિસ્ટમને રોકવા એટીએમ ખાતે સોફ્ટવેર અપડેટ ગોઠવવા બેંકોને સૂચના આપી છે. વિશ્વમાં આ મેઇલવેર દ્વારા પેમેન્ટ સિસ્ટમ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે અલગ મેઇલવેર એટેકમાં ૩.૨ લાખ ડેબિટકાર્ડને અસર થઇ હતી. એટીએમ મશીનમાંથી યુઝરોના ડેટા સાથે ચેડા થઇ ગયા હતા. ગયા વર્ષે મે, જુન અને જુલાઈમાં આ ચેડા થયા હતા. ઘણા દ્વારા હિટાચી એટીએમ ગોઠવવામાં આવ્યા છે જ્યારે અન્યત્ર પણ સુવિધા ગોઠવવામાં આવેલી છે. એટીએમને સરળરીતે ટાર્ગેટ બનાવી શકાય છે. આ પ્રકારના મેઇલવેર હુમલા માટે એટીએમ સૌથી સોફ્ટ ટાર્ગેટ છે. કારણ કે, એટીએમ માઇક્રોસોફ્ટની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની જુના વર્ઝન ઉપર ચાલે છે. આના કારણે હવે સોફ્ટવેર સિક્યુરિટી અપડેટ કરવાની જરૂર છે. ભારતમાં ૨.૨ લાખ એટીએમ છે જે પૈકી મોટાભાગના એટીએમ વિન્ડો એક્સપી ઉપર ચાલી રહ્યા છે. હાલમાં રશિયા અને બ્રિટન સહિત ૧૫૦થી વધુ દેશોમાં સિસ્ટમ ઉપર અસર થઇ છે અને રેન્સમવેર વાયરસ ત્રાટક્યો છે. ઇતિહાસમાં સૌથી વ્યાપક પ્રમાણમાં સાયબર હુમલો થયો છે. એક્સપી જેવા માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં જુના વર્ઝન ઉપર ચાલતા કોમ્પ્યુટરો ઉપર સૌથી વધુ અસર થઇ છે. જેના લીધે ફાઇલો લોક થઇ જાય છે. સાયબર અપરાધિઓ દ્વારા દિવાઇસને અનલોક કરવા માટે બીટકોઇન જેવા કરન્સીમાં જંગી રકમ માંગી રહ્યા છે. સીઈઆરટી-ઇન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતના મહત્વપૂર્ણ નેટવર્કમાં હુમલાના અહેવાલ મળ્યા નથી.

Related posts

યુવાનોમાં વધતી કટ્ટરતા સૌથી પડકારરૂપ સમસ્યા : રાજનાથસિંહ

aapnugujarat

राम मंदिर के लिए चंदा एकत्र करने की मुहिम की आड़ में होगा चुनाव प्रचार : शिवसेना

editor

भारत ने पाकिस्तान को कहा उसके नागरिक सुरक्षित लौटाए

aapnugujarat

Leave a Comment

URL